મારા વિધી સાથે નજીક ના ભૂતકાળ માં થયેલા બ્રેકઅપ થી ખુબ જ ત્રસ્ત હતો. કેટલાક સવાલો નો વિગ્રહ અંદર ને અંદર ચાલતો હતો અને તે વચ્ચે માસ્ટર્સ ની ફાઈનલ પરીક્ષા આવી તે મેં માંડ માંડ આપી.  પરીક્ષા પછી લાંબુ વેકેશન આવ્યું હવે મારે રીઝલ્ટ ની રાહ જોવાની હતી. હવે હું નવરો હતો આખો દિવસ ઘરમાં અને ને ઘરમાં મને બસ એજ વિચારો આવ્યા કરતા. મને બીજું કોઈજ કામ હતું નહિ ને હોય તો કરવું ગમતું નહિ. રાત્રે મારા ફ્રેન્ડસ સાથે બેસતો પણ વધારે બોલતો નહિ બસ ચુપચાપ તેમની વાતો સંભાળતો અને મોડી રાત્રે પાછો ઘરે આવી જતો. બહુ અઘરા દિવસો માંથી પસાર થઇ રહ્યો હતો.

ઉપર થી એક દિવસ સવારે મમ્મી પાપા બંને કામથી સુરેન્દ્રનગર નીકળી ગયા અને ઘરમાં હું બિલકુલ એકલો હતો એટલે મને પાછા વિધી ના વિચારો આવવા લાગ્યા. મને તેના વગર ગમતું ન હતું. પણ સાથે સાથે મને ખબર હતી કે તે હવે પછી ક્યારેય મારી લાઈફ માં નહિ આવે એટલે મને અંદર ગુસ્સો પણ આવતો અને ખાલીપણ લાગતું. આ બધા વિચારો થી દુર ભાગવા ઘરે તાળું મારી બાઈક લઈ અમારી સોસાયટીની બહાર મેઈન રોડ પર ઝાડ નીચ એક ચા ની લારી હતી ત્યાં બેઠો.

પણ બસ એજ વિચારો પાછા આવવા લાગ્યા, વિધી, વિધી સાથે ગાળેલ દિવસો, કોલેજ ની કેન્ટીન, ફોન કોલ્સ, લેટ નાઈટસ, લોંગ ડ્રાઈવસ, મુવીઝ, ન્યુ ઈયર-વેલેનટાઈન ડે-ફ્રેન્ડશીપ ડે ની પાર્ટીઝ, કેટલીક ખાસ પળ અને છેલ્લે એક સવાલ. કેમ અલગ થવુ પડ્યું????

ફરી પછી આ જૂની યાદોએ આજે મારી આંખોને ફરી ભીની કરી દીધી, આંખો છલકાઈ આવી ને હું વિચારો માંથી તરતજ બહાર આવી ગયો. કોઈ જોઈ ના જાય એ રીતે મેં મારા જીન્સ ના ખિસ્સા માંથી રૂમાલ કાઢ્યો ને ધીરે ધીરે આંખો લુછતા ઊપર જોયુ તો મારી લગભગ 10 ફૂટ દૂર એક યુવતી ની ધૂંધળી ઈમેજ દેખાઈ, મેં કાઈ ધ્યાન આપ્યું નહિ પણ તે ચાલતી ચાલતી મારી લગભગ સામે આવી ગઈ હતી કદાચ એને મને કંઇક પૂછયું, એવું મને લાગ્યું.

મેં ફટાફટ આંખો સાફ કરી દીધી. બીજી જ ક્ષણે બિલકુલ મારી સામે હતી, સુંદર ચહેરા પર ઓવરસાઈઝ સનગ્લાસ, કરલી હેર, અને તેને જીન્સ અને યેલો કલર નું ટોપ પહેર્યું હતું. અને મારી પાસે આવી એક કાગળ ની ચિઠ્ઠી ખોલી મને બતાવી આંખો સ્હેજ નાની કરી પુછ્યું : “આ….19 –નિહારિકા… કયાં આવ્યું?” મેં તેની સામે જોયું. તેને પૂછતાં-પૂછતાં તેના ચહેરા પર આવી ગયેલા વાળ ને જમણા હાથ ની આંગલીઓ થી હટાવ્યા હવે તેનો ગોરો, સુંદર અને ચમકતો ચહેરો હવે સાફ દેખાવા માંડ્યો.

ખબર નહીં કેમ, પણ આજે, કેટલાય દિવસ થી ચુપ ચાપ રહેનાર હું…. આજે બાઇક ચાલુ કરી અને તેને મારી પાછળ આવવા ઈશારો કરી કીધું : “તારી ગાડી લઇ મારી પાછળ આવ”. એને માથું હલાવ્યું અને રોડ ક્રોસ કરી તેનું વ્હીકલ ચાલુ કરી મારી પાછળ આવી. મેં 19 નંબર, એક કેટલાય વખત થી બંધ ધર સામે મેં બાઇક ઉભી કરી અને બાઈક પર થી ઉતરી એક સાઈડ પર ઉભો થઇ ગયો.

તેને મેં ઇશારો કરી ઘર બતાવ્યુ. તેને તેનું વ્હીકલ પાર્ક કર્યું અને પસૅ માથી ચાવી કાઢી દરવાજા તરફ ગઈ. એટલે હું બાઈક બેઠો અને હું બાઇકને કીક મારવા ગયો એટલા માં તેને મને બોલાવ્યો: “હેલો, આમ જો”

મેં તેની સામે જોયુ ને અને થોડા તીખા શબ્દો માં પુછ્યું “…હવે… હવે શું જોઈએ..???”

તે તાળૂ ખોલવાની કોશિશ કરતા કરતા તાળું ન ખુલતું હોઈ તે અકળાઈ ને બોલી : “બધુ છોડ…. પ્લીઝ… પહેલાં અહીં આવ, …જોને… અહીં મારાથી તાળુ ખુલતુ નથી…. તુ ટ્ર।ય કર, અને પ્લીઝ….જરા ઝડપ કરજે મારે હજી સામાન લેવા પણ જવું છે”.

એ એવી રીતે બોલી કે જાણે મને વરસો થી જાણતી હોય, આવા હકથી બોલનાર શબ્દ વિધી પછી મેં પહેલી વાર સાંભળ્યા હતા, એના શબ્દો માં ખનક હતી અને અંદર પણ ઉતરી રહ્યા હતા. એટલે હું કઈ પણ વિચાર્યા વગર તરતજ બાઈક પર થી ઉતર્યો અને દરવાજા તરફ ગયો તેની પાસે થી ચાવી લઇ તેને તરતજ તાળુ ખોલી આપ્યુ. તે મારી સામે જોઇ હસી ને બોલી :”ગ્રે…..ટ છે તું”.

મારી નજર એક પણ પલક ઝબકાવ્યા વગર તેના સ્વીટ ચેહરા ને જોવા લાગી. તે સનગ્લાસ કપાળ પર ચડાવી ઘરમાં અંદર ગઈ અને લાઇટ ચાલુ કરી આજુબાજુ ની દિવાલ અને લાગેલા જાળા જોવા લાગી અને હું એને.

દિવાલ પર જાળા જોઇ બંને હાથ તેની કમર પર મૂકી ઘરની દીવાલો જોતા જોતા બોલી:”મને લાગે છે કે તું પણ આજ સોસાયટી મા રહે છે !!!…. રહે છે….ને..?” મેં “હા” કહ્યું એટલે જાણે તેને મારો જવાબ ખબર હોય તેમ તરતજ બોલી :”તારે મારી માટે એક મેઇડ નો બન્દોબસ્ત કરવો પડશે, પ્લીઝ” મેં તેની સામે જોયુ, તેને મને જોઇ હસી ને કહ્યું :”જો, હજી પત્યુ નથી, બીજુ એક કામ એ કે આ શહેર માટે હું નવી છું, આ ઘર મેં ભાડે રાખ્યું છે, મને જરા આ એરિયા મા કયાં શું મળે તે કહેજે. ”

તે મને આકર્ષક જણાઈ એટલે વાત લાંબી કરવા મેં તેને થોડા ઔપચારિક સવાલો જેમકે ક્યાં થી આવો છો ? કોણ કોણ રહેવાના છો?? કેટલા સમય માટે ?? મેં તેને પૂછ્યા તેને જવાબ પણ દીધા અને છેલ્લે (મારા માટે) ખુબ જ જરૂરી સવાલ ધીરે થી પૂછ્યો :”…..તારું… નામ ????”

તેનું નામ જાણવાના મારા કુતુહુલ ને તે તરતજ કળી ગઈ હોય તેવા ખુશી ના હાવભાવ સાથે બોલી :”હેપ્પી, હેપ્પી નામ છે મારું” અને મારી સામે જોઈ હસી પડી અને મેં પણ તેને સાથ આપ્યો. અને તે સાથે જ જાણે મારા બધા ગંભીર હાવભાવ નીકળી ગયા.

તેને મારા ખભા પર હાથ મૂકી મને એક વધુ વિનંતી કરી:”પ્લીઝ, મારું એડમીશન સ્ટેશન રોડ પર આવેલી ઇન્સ્ટીટયુટ ઓફ આર્ટસ માં થયેલું છે અને કાલે સવારે મારે ફીસ ભરવા જવું પડશે, તું મને ત્યાં લઇ જઈશ ?? પ્લીઝ?? ..”

મારા મોઢામાં થી તરતજ નીકળી ગયું :”ચોક્કસ”

“થેન્ક્સ” : તે બોલી

હું તેને બાય કહી દરવાજા ની બહાર આવી બાઈક પર બેઠો એટલા માં હેપ્પી દોડતી બહાર દરવાજા પાસે આવી હાંફતા સ્વરો માં બોલી : “જો કાલે ભૂલાય નહિ, બા….ય”

મેં તેને જમણા હાથ નો અંગુઠો દેખાડ્યો “ડન” અને બાય કહી એકજ ક્ષણ મા હું બાઈક પર કયાંય નિકળી ગયો. મારા જીવન ના આટલા અઘરા સવાલ નો જવાબ મને એક ક્ષણ માં, અને આ રીતે મળશે, એ મેં ક્યારેય વિચાર્યુ ન હતૂ. નાની પણ આકર્ષક મુલાકાત મારો સમય બદલી નાખશે તેનો જરાય અંદાજ ના હતો.

હવે મને આ દુનિયા પાછી રંગીન લાગવા લાગી હતી, મારા અંદર હજ્જારો વાયોલીન ના સુર વાગી રહ્યા હતા, હેપ્પી નો ચહેરો વારંવાર મારી સામે આવતો તેની કહેલી નાની નાની વાતો વાગોળતો હું બાઈક પર જ્યાં રસ્તો દેખાતો ત્યાં નીકળી પડ્યો. ત્યારે મેં મારી જાત ને સવાલ કર્યો “શું ફરી એજ રસ્તે????” અને મેં જ મારી જાત ને જવાબ આપ્યો કે “હા, ફરી એકવાર” આજે ખરેખર લાગ્યું કે “પ્રેમ નો કોઈ વિકલ્પ નહિ”

  • વાંચકો આપને આ સ્ટોરી કેવી લાગી ? આપ જો કોઈ કોમેન્ટ કરવા માંગતા હોય તો Leave a Reply માં જઈને કોમેન્ટ કરી શકશો. આ ઉપરાંત તમે અમારા whatsup no 7016252600 પર કોમેન્ટ કરીને જણાવી શકો છો.

 

One thought on “સુંદર ચહેરા પર સનગ્લાસ, કરલી હેર, જીન્સ અને યેલો કલર નું ટોપ પહેરીને એક યુવતીએ મારી સામે આવીને કહ્યું……”

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: