વિરમગામ-અમદાવાદ, ૨૭મી જાન્યુઆરી.
પાટીદાર અનામત આંદોલનના હીરો હાર્દિક પટેલના 27 જાન્યુઆરીએ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના દિગસર ગામે ધામધૂમથી યોજાશે. લગ્નના પ્રસંગે હાર્દિકના વિરમગામ સ્થિત તેના ઘરે માંડવાની વિધિ થશે. હાર્દિકના મિત્રો અને નજીકના સબંધીઓને લગ્ન માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. લગ્ન હોઈ હાર્દિકના ઘરે શરણાઈના શૂરો અને ઢોલના તાલે માંડવાની તૈયારીઓ થઈ રહી છે.
૨૭મીએ દિગસરમાં હાર્દિક અને કિંજલના લગ્નમાં કુટુંબીજનો સહીત 400 લોકો હાજર રહે તેવો અંદાજ છે. આજે લગ્નની તમામ વિધિ વિરમગામમાં આવેલા હાર્દિકના ઘરે યોજાઈ હતી. આવતીકાલે રવિવારે સવારે હાર્દિક તેમજ કિંજલ બંનેના પરિવારજનો દિગસર પહોંચશે. જ્યાં સવારે 10 વાગ્યાનું હસ્તમેળાપનું મુહૂર્ત છે. ત્યારબાદ અંદાજે 3 વાગ્યા સુધીમાં લગ્નની વિધી પૂર્ણ થશે. લગ્ન પ્રસંગમાં રાજકીય નેતા પણ દંપતીને આશીર્વાદ આપવા પહોંચે તેવી સંભાવના છે.