મિ.રિપોર્ટર, 11મી જૂન

આ ઘટના રશિયાની છે કે જ્યાં ચોરી કરવા માટે ચોરોને કરવી પડી ખૂબ મહેનત. અહીં ચોર આવીને રેલવેનો આખો પૂલ ચોરી ગયા. આ પૂલ સ્ટીલનો હતો અને ચોર આ પૂલ ચોરી ગયા.

આ પૂલ Murmanskમાં આવેલો છે અને આ વિસ્તાર ફિનલેન્ડ સાથે જોડાયેલો છે. આ પૂલ 23 મીટર લાંબો હતો. આ પૂલમાં 56 ટન સ્ટીલ હતું અને આ પૂલ ચોરાઈ ગયો ત્યાં સુધી અહીંના સ્થાનિક લોકોને આ વાતનો ખ્યાલ જ આવ્યો નહીં. પોલીસને એવી શંકા છે કે તેના માલિકોએ જ આ સ્ટીલની ચોરી કરી છે.

પોલીસને એવું લાગી રહ્યું છે કે મેટલ વર્કર્સે આ પૂલને ધીરે-ધીરે પાણીમાં નીચે ખેંચ્યો હશે અને પછી તેના વિવિધ ટુકડા કરી નાખ્યા હશે. આ પૂલની ચોરી કેવી રીતે થઈ તેની તપાસ થઈ રહી છે, પણ આ પૂલને ચોરી કરવા માટે ચોરે ખૂબ જ મહેનત કરી હશે.

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: