યુકે-લંડન, મી.રિપોર્ટર, ૩૦મી ડીસેમ્બર 

દુનિયામાં કોઇપણ પુરુષ પોતાના પેનિસની સાઈઝથી ખુશ હોય તેવો ભાગ્યે જ જોવા મળશે.  હવે તો અમેરિકા જેવા દેશોમાં પુરુષોમાં પેનિસને લાંબુ કરાવવાની સર્જરીનો ક્રેઝ પણ ખાસ્સો વધી ગયો છે. જોકે, પેનિસની સાઈઝ વધારવાની સર્જરી કેટલી ખતરનાક નીવડી શકે છે તેનો એક સરવે વૈજ્ઞાનિકો દ્વારા કરાયો છે, જેના પરિણામ ચોંકાવનારા છે.

તાજેતરમાં થયેલા એક રિસર્ચ મુજબ, પુરુષોમાં પોર્ન જોવાનું ચલણ વધ્યા બાદ મોટાભાગના પુરુષોને પોતાનું પેનિસ નાનું લાગવા માંડ્યું છે. જેના પરિણામે  યુરોલોજિકલ સર્જન્સ પાસે પણ પેનિસ એન્લાર્જમેન્ટ અંગે ઇન્કવાયરી વધવા લાગી છે.  યુકેના ડૉક્ટર્સના જણાવ્યા અનુસાર, પોર્નના રવાડે ચઢેલા પુરુષો ક્યારેક તો પોતાનું પેનિસ 10 ઈંચ જેટલું લાંબુ કરી આપવાની માંગ મુકતા હોય છે. જોકે પેનિસ લાંબુ કરવાની પ્રોસેસ ખૂબ જ જોખમ ભરેલી છે. જેના કારણે પેનિસમાં ભયાનક સોજો આવી જવો, અસહ્ય દુ:ખાવો થવો, પેનિસનું સુન્ન પડી જવું જેવી ઘણી સમસ્યાઓ થાય છે. આ રિસર્ચમાં એવી ચેતવણી પણ આપવામાં આવી છે કે પેનિસ વધારવાની લ્હાય લાંબા ગાળાની અનેક સમસ્યાઓ ઉભી કરી શકે છે.

યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના વૈજ્ઞાનિકોએ પેનિસ લાંબુ કરાવનારા 11 પુરુષો પર રિસર્ચ કર્યું હતું. સામાન્ય રીતે પેનિસ લાંબુ તેમજ જાડું કરવા માટે તેના ટિશ્યૂમાં સિલિકોન જેવો પદાર્થ ઈન્જેક્ટ કરવામાં આવે છે. જે લોકો પર રિસર્ચ કરાયું તે 11 પુરુષોમાં સૌથી નાની વયનો પુરુષ 21 વર્ષનો, જ્યારે સૌથી મોટી ઉંમરનો પુરુષ 77 વર્ષનો હતો. મોટાભાગના પુરુષોએ સિલિકોન ઈન્જેક્શનથી પોતાનું પેનિસ લાંબુ કરાવ્યું હતું. જોકે, એક વ્યક્તિએ સેલાઈન અને બે જણે સોફ્ટ ટિશ્યૂ ઈજેક્ટ કરાવ્યા હતા. તેમાં બે લોકોએ તો આ પ્રોસેસ જતે જ કરી હતી. જેના કારણે તેઓ ભયાનક તકલીફમાં મૂકાઈ ગયા હતા. જર્નલ ઓફ સેક્સ્યુઅલ મેડિસિનમાં આ રિસર્ચ પબ્લિશ પણ થયો છે, જેમાં જણાવાયું છે કે, પેનિસ લાંબુ કરાવનારા મોટાભાગના લોકોના પેનિસની સાઈઝ નોર્મલ જ હોય છે.

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: