સચિવાલયના ઓફિસર પ્રેમિકા સાથે રંગરેલીયા માણવા ગેસ્ટ હાઉસમાં ઘુસ્યો, પત્નીએ રંગેહાથ ઝડપ્યો..પછી શું થયું..જુઓ વિડીયો..

love affair

ઓફિસરનો 140 કિલોમીટર પીછો કરી પત્નીએ પતિ અને તેની પ્રેમિકા ને  ઝડપી લીધા : હાફ-કટ નાઈટીમાં ગર્લફ્રેન્ડે દરવાજો ખોલ્યો

વડોદરા,મી.રીપોર્ટર,  24મી નવેમ્બર. 

ગાંધીનગર સચિવાલયમાં ફરજ બજાવતા અધિકારી શહેરના ઇલોરા પાર્કના નર્મદા ગેસ્ટ હાઉસમાં પ્રેમિકા સાથે રંગરેલીયા મનાવવા માટે આવ્યા હતા. જેની  જાણ થતા જ પત્ની પોતાની પુત્રી અને અભયમ ટીમ સાથે ગેસ્ટ હાઉસમાં પહોંચી ને  પતિ અને  તેની પ્રેમિકાને  રંગેહાથ ઝડપી પાડ્યા હતા.  પત્નીએ  પોતાની ૬ વર્ષની પુત્રી અને સંબધીની હાજરીમાં જ પતિ અને તેની પ્રેમિકાનો ઉધડો લઇ નાંખ્યો હતો.  સમગ્ર મામલો મોડી રાત્રે  ગોત્રી પોલીસ મથકે પણ પહોંચ્યો હતો. પત્નીએ પતિ અને પરસ્ત્રી સામે  ફરિયાદ નોધાવી હતી. 

ગાંધીનગર સચિવાલયમાં જુન-018થી સેક્સન ઓફિસર તરીકે ફરજ બજાવતા આદિત્ય દેસાઇ શુક્રવારે મહિલા મિત્રને લઇ વડોદરા ઇલોરા પાર્કમાં આવેલા નર્મદા ગેસ્ટ હાઉસમાં રંગરેલીયા મનાવવા માટે આવ્યા હતા. જોકે, અધિકારી પોતાની મહિલા મિત્ર સાથે રંગરેલીયા મનાવે તે પહેલાં જ પત્નીએ અભયમની ટીમને સાથે રાખીને રૂમમાં દરોડો પાડી પતિને તેની મહિલા મિત્ર સાથે રંગેહાથ ઝડપી પાડ્યાં હતાં. અભયમની ટીમ સામે જ પત્નીએ પતિ અને તેની મહિલા મિત્રનો ઉધડો લઇ નાંખ્યો હતો.

સમગ્ર પ્રકરણ અંગે પત્નીએ જણાવ્યું હતું કે, મારા પતિ ઉપર મને શંકા હોવાથી શુક્રવારે તેઓ ઓફિસમાંથી નીકળ્યા ત્યારે પીછો કર્યો હતો. પીછો કરતા વડોદરા આવી પહોંચી હતી. વડોદરા પહોંચેલા પતિએ પહેલાં સલૂનમાં દાઢી કરાવી હતી. તે બાદ પતિએ કિર્તીસ્થંભ ખાતે ઇકો કારમાં આવેલી મહિલા મિત્રને પોતાની ગાડીમાં બેસાડી હતી. બાદમાં તેઓ ખાઉધરા ગલીમાં જમવા માટે ગયાં હતા. પતિ જમ્યા ન હતાં. પરંતુ, તેની મહિલા મિત્ર જમી હતી. તે બાદ તેઓ ચ્હા પીવા રોકાયા હતા. અને ત્યાંથી સીધા તેઓ ઇલોરા પાર્ક નર્મદા ગેસ્ટ હાઉસમાં બુક કરેલા રૂમ નંબર 208માં રાત્રે 9-50 કલાકે આવી પહોંચ્યા હતાં.

પત્નીએ વધુમાં જણાવ્યું હતું કે, હું પતિની પાછળ જ અભયમ ટીમને લઇને ગેસ્ટ હાઉસ પહોંચી ગઇ હતી. અને રૂમનો દરવાજો ખોલાવ્યો ત્યારે પતિએ શર્ટ કાઢેલું હતું. મીની ગાઉન પહેરેલા પેલા બહેન રૂમની અંદર ભરાઇ ગયા હતાં.  મારા પતિએ મને ગાંધીનગરમાં હોવાનું જણાવ્યું હતું. પરંતુ, તેઓ તેમની મહિલા મિત્ર સાથે વડોદરા આવ્યાં હતાં. પતિ કહે છે કે, હું જન્માક્ષર બતાવવા માટે આવ્યો હતો. પરંતુ, મારા પતિને તેમની દીકરીને અઢી માસથી દવાખાને લઇ જવાનો સમય મળતો નથી. અને બીજાની છોકરીઓ માટે જન્મક્ષર બતાવવાનો સમય કેવી રીતે મળે છે. હું મારા પતિથી વર્ષ-2017થી થાકી ગઇ છું. આ અંગે મેં રાત્રે ગોત્રી પોલીસ મથકમાં પતિ વિરૂધ્ધ અરજી પણ આપી છે. ગોત્રી પોલીસે અરજીના આધારે કાર્યવાહી હાથ ધરી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 2017થી પતિ છેતરી રહ્યો છે. અગાઉ તેને સમજાવવા માટે સચિવાલયમાં પણ ગઇ હતી પરંતુ પતિએ કાયદા બતાવતાં છેવટે બંનેને રંગેહાથ પકડ્યા હતાં. કોમલે મંગળસૂત્ર પહેરેલું હતું. ડિવોર્સી છે તો મંગળસૂત્ર કેમ પહેર્યું હતું.

  •  આપ જો કોઈ કોમેન્ટ કરવા માંગતા હોય તો Leave a Reply માં જઈને કોમેન્ટ કરી શકશો. આ ઉપરાંત તમે અમારા whatsup no 7016252600 અને 7016252899  પર કોમેન્ટ કરીને જણાવી શકો છો.
  • જો તમને અમારી પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો. આ ઉપરાંત તમે અમારી Youtube ચેનલ પર જઈને સમાચાર પણ જોઈ શકો છો. ઝડપથી સમાચાર મેળવા માટે આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mr.Reporter ની એપ ડાઉનલોડ કરો.