૩૧મી ઓકટો : લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની 145મી જન્મજયંતી નિમિતે PM મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી મુલાકાત લે તેવી સંભાવના

www.mrreporter.in
Spread the love

રાજનીતિ- મી.રિપોર્ટર, 26મી સપ્ટેમ્બર ,સત્યમ નેવાસકર.

દેશના વડાપ્રધાન  નરેન્દ્ર મોદી 30મી અને  31મી ઓક્ટોબર એમ  બે દિવસ  માટે  ગુજરાતના મહેમાન બનશે. તેઓ  નર્મદા જિલ્લાના રાજપીપળા નજીક આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવરની સી પ્લેન દ્વારા મુલાકાત લઈને સી પ્લેન દ્વારા પ્રવાસન ને પ્રમોટ કરે તેવી સંભાવના  સરકારના સૂત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. 

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

ભારતના લોહપુરૂષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ની ૩૧મી ઓકટોબરના રોજ 145મી જન્મ જયંતી છે.  તેમની આ જન્મ જ્યંતીએ એટલે કે ૩૧મી ઓક્ટોબર ૨૦૧૮ના રોજ સરદાર પટેલની ૧૪૩મી જન્મજયંતિ પર ભારતના ૧૪મા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નર્મદા જિલ્લાના રાજપીપળા નજીક આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી  વિધિવત ઉદ્ઘાટન કર્યું  હતું. હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાપર્ણ ને બે વર્ષ પૂર્ણ થઇ ને ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ થશે.

આ બંને પ્રસંગ ને કેન્દ્રમાં રાખીને દેશના PM નરેન્દ્ર મોદી વધુ એક વાર સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવરની મુલાકાત લેશે. આ વખતે તેઓ લોહપુરૂષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ની 145મી જન્મ જયંતિએ સી પ્લેન દ્વારા પ્રવાસન ને પ્રમોટ કરે તેવી સરકારી સૂત્રોએ જણાવ્યું છે. આ ઉપરાંત તેઓ ગુજરાતના અન્ય વિકાસના કામોનું પણ ઉદ્દઘાટન કરે તેવી પણ શક્યતા છે. જોકે ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. 

દેશના વડાપ્રધાન મોદી ની ગુજરાત અને રાજપીપળા  ખાતેના સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવરની મુકાલાત ને જોતા જ અત્યારથી પોલીસ દ્વારા સઘન ચેકિંગ શરુ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત મોદીના રૂટ ને ધ્યાનમાં રાખી ને પોલીસ પાયલોટિંગ શરૂ થઈ ગયું છે.  નરેન્દ્ર મોદી ની વિઝીટ થી કોરોના ના લીધે ઠપ્પ  પડેલા પ્રવાસન ક્ષેત્ર ને લાભ થાય તેવી પણ સ્થાનિક લોકોની માંગ છે. 

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.