સ્કૂલ-કોલેજમાં પ્રથમ સત્રની ફી માફીની માંગ સાથે NSUI ના દેખાવો, 10 કાર્યકરની અટકાયત

www.mrreporter.in

એજ્યુકેશન- વડોદરા, 25મી  સપ્ટેમ્બર 

કોરોના મહામારીમાં શાળાઓ અને કોલેજ બંધ હોવા છતાં પણ રાજ્યની ઘણી શાળાઓએ રેગ્યુલર ફી વાલીઓ પાસેથી ઉઘરાવી છે, ઘણી શાળાઓ તો ઓનલાઇન શિક્ષણ પણ બરાબર આપતી નથી છતાં પણ વિદ્યાર્થીઓ અને વાલીઓ પર  યેનકેન પ્રકારે દબાણ કરીને ફી ની પઠાણી ઉઘરાણી કરતાં જ  સમગ્ર રાજ્યમાં ફી ને લઈને ભારે વિવાદ સર્જાયો છે. જેમાં વડોદરામાં સ્કૂલો અને કોલેજના પ્રથમ સત્રની ફી માફ કરવી જોઇએ તેવી માંગણી સાથે આજે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એન.એસ.યુ.આઈ દ્વારા દાંડિયાબજાર ચારરસ્તા ખાતે દેખાવો સૂત્રોચ્ચાર અને ત્યારબાદ ચક્કાજામ કરતા પોલીસે 10 કાર્યકરોની અટકાયત કરી હતી.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

વૈશ્વિક મહામારી કોરોના વાયરસના કારણે સરકાર દ્વારા શૈક્ષણિક સંકુલો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. ત્યારે શૈક્ષણિક સંકુલો દ્વારા હાલ વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવે છે. ત્યારે શૈક્ષણિક સંકુલો દ્વારા ફીની માંગણી અને તે ભરવા માટે દબાણ કરતાં હોવાના પણ કિસ્સા પ્રકાશમાં આવ્યા છે.આ બાબતોને ધ્યાનમાં રાખીને NSUI દ્વારા પ્રથમ સત્રની ફી માફીની માંગણીને લઇ છેલ્લા ઘણા સમયથી આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત શહેરના અકોટા દાંડિયાબજાર ચારરસ્તા ખાતે આજે એનએસયુઆઇ વડોદરા શહેર પ્રમુખ વ્રજ પટેલની આગેવાનીમાં પોસ્ટર સાથે દેખાવ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ચક્કાજામ કરવાની કોશિશ કરાતાં રાવપુરા પોલીસ દ્વારા NSUIના હોદ્દેદારોને અટકાયત કરવામાં આવી હતી.

NSUI પ્રમુખ વ્રજ પટેલે જણાવ્યું હતું કે, કોરોના કાળમાં અનેક લોકોએ નોકરી, ધંધા ગમાવી દિધા છે. તે લોકોની પોતાના સંતાનોની સ્કૂલ તેમજ કોલેજમાં ફી ભરવાની તાકાત રહી નથી. ફી તો ઠીક તેઓને પોતાના ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ છે. ત્યારે સ્કૂલ અને કોલેજ દ્વારા ઓન લાઇન શિક્ષણ આપવાના બદલામાં ફી માટે પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી છે. હાઇકોર્ટે ફી મુદ્દે સરકારને નિર્ણય લેવા જણાવ્યું છે. પરંતુ સરકાર નિર્ણય લેવા માટે સ્કૂલ સંચાલકોથી ડરી રહી છે.

ઉલ્લેખનીય છે કે, આજે રાજ્ય સરકારની સ્કૂલ ફી મુદ્દે મહત્વની બેઠક છે. ત્યારે સરકાર ફી અંગે કોના તરફે નિર્ણય લેશે, તેના ઉપર સૌની મીટ મંડાયેલી છે. વાલી મંડળ દ્વારા પણ ફી માફ કરવા માટે લગત આપી રહ્યું છે. જ્યારે કોગ્રેસ દ્વારા ફી મુદ્દે રાજ્યવ્યાપી આદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે. ત્યારે કોગ્રેસની પાખ મનાતા NSUI દ્વારા આજે દેખાવો, સુત્રોચાર કર્યા હતા. અને સ્કૂલ, કોલેજમાં ફી માફ કરવા માંગણી કરી હતી. આ કાર્યક્રમ માં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. પોલીસે જાહેરનામાના ભંગ બદલ NSUI પ્રમુખ વ્રજ પટેલ સહિત 10 કાર્યકરોની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી.

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply