લોકરક્ષક ભરતી પેપર લીક સામે NSUIનો વિરોધ : ધારાસભ્ય જીતેન્દ્રભાઈ સુખડીયાની ગાડીને રોકીને આવેદન પત્ર સોપ્યું

મિ.રિપોર્ટર, ૨જી ડીસેમ્બર. 

 લોક રક્ષક ભરતીમાં પાલનપુર ખાતે પેપર લીક થતા પરીક્ષા રદ કરવાના સરકારના નિર્ણય તેમજ પરીક્ષા અધિકારી સામે વિરોધ પ્રદર્શન કરનારા એમ.એસ.યુનિના યુજીએસ અને એનએસયુઆઈના જનરલ સેક્રેટરી વ્રજ પટેલની આગેવાનીમાં અકોટા બ્રિજ,દાંડિયા બજાર ખાતે ભારે વિરોધ અને સૂત્રોચ્ચાર કરીને રસ્તા રોકાવાનું આંદોલન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં  વ્રજ પટેલ ,તીર્થ બ્રહ્મભટ્ટ અને આશિષ તડવીની આગેવાનીમાં વિદ્યાર્થીઓએ ધારાસભ્ય જીતેન્દ્રભાઈ સુખડીયા ની ગાડીને રોકીને તેમને આવેદન પત્ર સોપ્યું હતું. 

Leave a Reply