હવે તમારું WhatsApp તમારા સિવાય કોઈ નહીં ખોલી શકે, નવું ફીચર આવ્યું ? કેવી રીતે કામ કરશે ?

નવી દિલ્હી, મિ.રિપોર્ટર,૯મી જાન્યુઆરી.

વોટ્સએપમાં સુરક્ષાને ધ્યાનમાં લઈને નવું ફીચર્સ લઈને આવ્યું છે. નવા ફીચર્સ પ્રમાણે વોટ્સએપ હવે તમારા ફિંગરપ્રિંટથી ખુલશે. એટલે કે કોઈ બીજી વ્યક્તિ તમારું વોટ્સએપ ખોલી નહીં શકે. એપમાં ટૂંક સમયમાં જ આ નવું ફીચર આપવામાં આવશે.  યૂઝર્સની ચેટ પણ સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે.

WhatsAppમાં એક નવું સેક્શન હશે જેમાં ફિંગરપ્રિન્ટ ઓથેન્ટિકેશન ફીચર એનેબલ કરવાનો ઓપ્શન મળશે. આ ફીચર iOSની જેમ કામ કરશે અને એપલની ઓપરેટિંગ સિસ્ટમમાં પણ આપવામાં આવશે. મતલબ વોટ્સએપ યૂઝર્સ માટે સિક્યોરિટી વધારવામાં આવી છે અને યૂઝર્સે દરેક વખતે એપ ખોલતી વખતે ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરવો પડશે.  યૂઝર્સની ચેટ પણ સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે. 

કંપનીના કહેવા મુજબ,  વોટ્સએપ તમારી ફિંગરપ્રિન્ટ ઓળખી ન શકે તો તમારા ફોનના ક્રેડેન્શિયલનો ઉપયોગ કરીને પણ એપ ખોલી શકશો. હાલ વોટ્સએપનું આ નવું ફીચર ડેવલપમેન્ટના આલ્ફા સ્ટેજમાં છે. એન્ડ્રોઈડના માર્શમેલો અને તેનાથી ઉપરના દરેક વોટ્સએપ યૂઝરને મળશે. Android 2.19.3 અપડેટ બાદ વોટ્સએપ બીટા વધુ સારા ઓડિયો પિકર સાથે આવશે. જેમાં યૂઝર ઓડિયો ફાઈલને મોકલતા પહેલા પ્રિવ્યૂ કરી શકશે.