લો હવે હવે સ્થાનિક ભાષાઓમાં WhatsApp Stickers મળશે…જુઓ કયારથી ?

મિ.રિપોર્ટર, ૭મી નવેમ્બર. 

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ WhatsApp એ તાજેતરમાં જ એન્ડ્રોઇડ અને આઇઓએસ યૂઝર્સ માટે સ્ટીકર ફિચરની શરૂઆત કરી હતી. આ બંને પ્લેટફોર્મ પર વોટ્સએપ યુઝર્સને થર્ડ-પાર્ટી સ્ટીકર પેક્સ માટે પણ સપોર્ટ આપવામાં આવી રહ્યો છે.

પ્રથમ પ્રયોગ સફળ થયા બાદ હવે સમાચાર સામે આવ્યા છે કે વોટ્સએપમાં ક્ષેત્રીય ભાષાઓમાં પણ સ્ટિકર્સ આવવાનું શરૂ થઈ ગયું છે.  ભારતમાં ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મને વિશ્વભરમાં સૌથી વધુ 125 મિલિયન યૂઝર્સ ઉપયોગ કરે છે.

વોટ્સએપ એ હજુ સ્ટીકર  માટે નેટિવ સપોર્ટ નથી આપ્યો. બીટા યૂઝર્સ માટે એપ્લિકેશનમાં ‘મલયાલમ વોટ્સએપ સ્ટીકરો’ નામનું સ્ટીકર પેક ઉપલબ્ધ છે. મલયાલમ વોટ્સએપ સ્ટિકર્સને વોટ્સએપ ઍપમાં ઍડ કરવા માટેનો વિકલ્પ ઉપલબ્ધ છે. એપમાં હમણાં લગભગ 200થી વધુ સ્ટીકરો ઉપલબ્ધ છે અને 300 સ્ટીકર્સ માટે સપોર્ટ વધુ મળવાની આશા છે. કંપનીની યોજના છેકે આવનારા અઠવાડિયામાં જુદી-જુદી ભાષાના લોકો માટે વધુ સ્ટિકર્સ એડ કરવામાં આવે. વોટ્સએપે ગત અઠવાડિયે ઘણા બધા સ્ટીકર પેક રજૂ કર્યા હતા. જોકે, વોટ્સએપ પર લોકોની ઉજવણી સાથે જોડાયેલ અલગ-અલગ ભાષાવાળા સ્ટીકર પેક્સ વધુ પસંદ આવી રહ્યા છે. 

Leave a Reply