હવે તમે ફેસબુક પર નહીં જોઈ શકો લાઈક્સની સંખ્યા? જાણો કેમ…

Spread the love

સિડની, મિ.રિપોર્ટર, ૨૧મી ફેબ્રુઆરી.

સિડની: ફેસબુક યુઝર્સ માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ફેસબુક પર હવે બીજા યુઝર્સ અન્ય કોઈ યુઝર્સની પોસ્ટને મળેલી લાઈક્સ, અન્ય પ્રતિક્રિયા અને વીડિયોના વ્યૂઝ જોઈ શકાશે નહીં. ફેસબુકે પ્રાયોગિક ધોરણે ઓસ્ટ્રેલિયામાં લાઈક્સની સંખ્યા છૂપાવવાની શરૂઆત પણ કરી દીધી છે. હાઈડ ફીચર લાગુ થવાથી યુઝર માત્ર પોતાની પોસ્ટની લાઈક્સ અને પ્રતિક્રિયા જોઈ શકશે.

આ અંગે ફેસબુકે જણાવ્યું હતું કે, દુનિયાભરમાં વધેલા સામાજિક દબાણને ઓછું કરવાના ઉદ્દેશ્યથી આ પ્રયોગ કરવામાં આવ્યો છે. કંપની એવું ઈચ્છતી નથી કે, ફેસબુક પર કોઈ પ્રતિસ્પર્ધા જેવું અનુભવે. આ ફીચરથી એવા લોકોને ફાયદો થશે કે જેઓ ઓછી લાઈક્સ મળવાથી અથવા તો પોસ્ટથી હેરાન-પરેશાન થતાં હોય છે.

એક સંશોધનમાં જણાવ્યું હતું કે, ફેસબુક પોસ્ટ પર ઓછી લાઈક્સ મળવાથી ઘણાં પોતાની પોસ્ટ ડિલીટ કરી દેતાં હોય છે. પરંતુ ફેસબુક આવા લોકોને નવો અનુભવ આપવા માગે છે.

કેનેડામાં ઈન્સ્ટાગ્રામથી શરૂ થયેલો આ પ્રયોગ હવે ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ અને અન્ય અગ્રણી દેશોમાં શરૂ કરવામાં આવી ચૂક્યો છે. ફેસબુકે કહ્યું હતું કે, ઈન્સ્ટાગ્રામ પર તેનું ટેસ્ટિંગ થઈ ચૂક્યું છે. જોકે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામની ખાસિયત અલગ છે. આ પ્રયોગથી અમને અલગ-અલગ આંકડા જોવા મળશે. જોકે કંપનીએ આ પ્રયોગ ક્યાં સુધી ચાલુ રહેશે તે અંગે કંઈ જણાયું નથી.

(નોંધઃ આપને આ સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.)