હવે આ ફીચરથી ફેસબુક માં ફોટો-વીડિયોમાં એડ કરી શકાશે મ્યુઝિક… જાણો…

Spread the love

મિ.રિપોર્ટર,  ૮મી નવેમ્બર

2 અબજ લોકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતું ફેસબુક પોતાના યુઝર માટે એક નવું ફીચર લઇને આવ્યું છે. આ ફીચરની મદદથી યુઝર્સ પોતાની જાતને વધુ સારી રીતે વ્યક્ત કરી શકશે. હકીકતમાં ફેસબુક દ્વારા નવું ફીચર લોન્ચ કરાયું છે, જેની મદદથી યુઝર્સ તેમના ફેસબુક ફોટા પર ગીતો પણ એડ કરી શકશે. યુઝર્સ જે પણ ફેસબુક સ્ટોરી શેર કરે છે, તેમાં હવે ‘એડ સોંગ ટૂ ફોટો એન્ડ વિડિયો’ ફીચરની મદદથી તેમાં ગીતો પણ ઉમેરી શકાશે.

ફેસબુકે બુધવારે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે અમે આ ફીચરને ટૂંક સમયમાં જ ન્યુઝ ફીડમાં લઇને આવી રહ્યા છીએ. જેની મદદથી યુઝર્સ તેમની પ્રોફાઇલમાં સોંગ પણ ઉમેરી શકશે. ‘એડ સોંગ ટુ ફોટો એન્ડ વિડિયો’ ફીચર તેવી રીતે જ કામ કરશે, જેવી રીતે ઇન્સ્ટાગ્રામ પર કામ કરે છે.

કેવી રીતે આ ફીચરનો ઉપયોગ કરી શકાશે

આ ફીચરનો ઉપયોગ કરવા માટે યુઝર્સે સૌથી પહેલા એક વીડિયો અને ફોટા લેવાનું રહેશે. ત્યાર પછી સ્ટીકર આઇકોન પર ટેપ કરવાથી તમને સિલેક્ટ મ્યુઝિકનો વિકલ્પ મળશે. એકવાર જ્યારે તમને તમારી પસંદનું ગીત મળી જાય, તમે તેને શેર કરવા માટે પસંદ કરો અને તેની સાથે તમે સ્ટીકર, આર્ટિસ્ટનું નામ અને ગીતનું નામ પણ ઉમેરી શકો છો.

આ સાથે યુઝર્સ પોતાની સ્ટોરીને કસ્ટમાઈઝ પણ કરી શકે છે. તેઓ પોતાની સ્ટોરીમાંથી જૂના સ્ટીકરો કાઢી નવા સ્ટીકર ઉમેરી શકે છે. ઉપરાંત ફેસબુકે જણાવ્યું કે ‘લિપ સિંક લાઈવ’ નું ફીચર પણ ટૂંક સમયમાં જ આવી જશે. આ ફીચરને કંપનીએ જૂનમાં ઇન્ટ્રોડ્યુસ કર્યું હતું. જેની મદદથી યુઝર ગીતોનું લિપસિંગ કરી શકે છે. આ સુવિધા હાલમાં માત્ર થોડા જ દેશોમાં ઉપલબ્ધ છે.