હવે ઈમોશન એટલેકે ભાવનાઓ પર નજર રાખશે સ્માર્ટ બેન્ડ…જાણો કેવી રીતે ?

ટેકનોલોજી – મિ.રિપોર્ટર, 7 મી જુલાઈ

જો તમે ચીડિયાપણુ, ડિપ્રેશન કે બાઈપોલર ડિસઓડર નો શિકાર બન્યા છો તો સ્માર્ટ બેન્ડ તમને એલર્ટ કરી દેશે. વહેવારમાં ફેરફાર થવાની સાથે બેન્ડ રંગ બદલીને કે રંગ બદલીને યુઝરને એલર્ટ કરે છે. આ સ્માર્ટ બેન્ડ માનવીના ઈમોશન એટલેકે તેની ભાવનાઓ પર નજર રાખે છે.

વૈજ્ઞાનીકોએ આ રીસર્ચ એમ્રીકાના સીન ડેઈગોમા યોજાયેલ ડિજાઈનીંગ ઇન્ટરેકટીવ સીસ્ટમ કોન્ફરન્સમા રજુ કર્યું છે.

ટેસ્ટીંગ દરમિયાન ૮ થી ૧૬ કલાક આ ડિવાઈસ પહેરવામાં આવ્યું….

 વૈજ્ઞાનિકોએ એક એવી સ્માર્ટ વિયારેબલ ટેકનોલોજી વિકસિત કરી છે જે ઈમોશનલ ડિસઓડરથી પીડિત વ્યક્તિની મદદ કરવા માટે ખુદાનો કલર ચેન્જ કરશે, ગરમ થઈ જશે અને વાઈબ્રેશન કરશે.

બ્રિટનની લેન્કેસ્ટર યુનિવર્સીટીના કો-અઓથાર મોહમ્મદ ઉમેરનું કહેવું છે કે પોતાના ઈમોશનને ઓળખીને તેના પર નિયંત્રણ રાખવું લોકો માટે ઘણું મુશ્કેલ કામ છે અને અમુક જ લોકો ખુદના ઈમોશન પર કન્ટ્રોલ કરી શકે છે. તેમણે જણાવ્યું કે અમે સિંપલ પ્રોટોટાઈપ વિકસિત કરવાની ઈચ્છા ધરાવીયે છીએ જે રીયલ ટાઇમમા લોકોના બદલાતા મૂડને સમજી શકે.

– વૈજ્ઞાનિક ડિવાઈસમા થર્મોક્રોમિક મટીરીયાલાનો ઉપયોગ કરી રહ્યા છે જે ગરમ થવાથી તેનો રંગ બદલાશે, તેની સાથે જ આ ડિવાઈસ વાઈબ્રેટ થઈને યુઝરને એલર્ટ કરશે.

– ટેસ્ટીંગમા ભાગ લીધેલા લોકોએ રમતા સમયે, કામ કરતા સમયે, ફિલ્મ જોતા સમયે, હસતા સમએ, આરામ કરતા સમયે આ ડિવાઈસને ૮ થી ૧૬ કલાક સુધી હાથમાં પહેર્યું હતું.

– ડિવાઈસમા લાગેલા સેન્સરની મદદથી મૂડમાં થનારા ફેરાફારને ટ્રેક કરે છે.

– ઉમેરનું કહેવું છે કે રિસર્ચ દરમિયાન ચોકાવનારી વાત એ હતી કે આ ડિવાઈસનો ઉપયોગ કર્યાના બે દિવસ પછી ભાગલેનારને તેના ઈમોશનને ઓળખવામાં મદદ મળી હતી જેને તે પહેલા સમજવા માટે અસમર્થ હતા.

Leave a Reply