મેડીકલ-મિ.રિપોર્ટર, ૧૧મી એપ્રિલ

દરેક પુરુષ અને સ્ત્રી વચ્ચેના યૌન સંબંધ દરમિયાન તબીબો  એઈડ્સ, ગોનોરસ, સિફિલિયા જેવા  વિવિધ રોગોથી બચવા માટે કોન્ડમ પહેરવાની સલાહ આપે છે. મેડિલક શોપમાં અનેક પ્રકારના કોન્ડમ મળે છે. જેમાં ફ્લેવર્ડ, ગ્લો ઈન ડાર્ક, સ્ટ્રિપ્ડ, થિક એન્ડ થિન, ડોટેડ તેમજ રંગબેરંગી કોન્ડમનો સમાવેશ થાય છે. આ વાત રહી રેગ્યુલર બજારમાં મળતાં વિવિધ કોન્ડોમની. પણ તમે ક્યારેય એવા કોન્ડમ વિશે સાંભળ્યું છે, જેનું બોક્સ એકલા વ્યક્તિથી નહીં પરંતુ બે વ્યક્તિથી જ ખુલી શકશે. જો ના સાંભળ્યું હોય તો અમે તમને આજે બતાવીએ…

Tulipán નામની સેક્સ ટોય બનાવતી કંપનીએ આ કોન્ડમ બનાવ્યું છે. કોન્ડમના આ બોક્સની ડિઝાઈન જ ખાસ રીતે કરવામાં આવી છે. આ બોક્સની ડિઝાઈન એવી રીતે કરવામાં આવી છે કે, જો વ્યક્તિ એકલો હશે તો આ કોન્ડમને ખોલી નહીં શકે. બન્ને પાર્ટનર્સ સાથે મળીને જ આ કોન્ડમને ખોલી શકશે.  આવી ડિઝાઈન રાખવાનું કારણ એ છે કે બન્ને પાર્ટનર્સની સહમતિ હોય તો જ કોન્ડમની મદદથી સેક્સ માણી શકાશે. આ કોન્ડમની ડિઝાઈન વિશિષ્ટ પ્રકારના રબ્બરથી કરવામાં આવી છે. હાલ આ કોન્ડમ બજારમાં ઉપલબ્ધ નથી પરંતુ કંપની તેને ટેસ્ટિંગ માટે બાર અને હોટેલ્સમાં પહોંચાડી રહી છે. કંપનીનું કહેવું છે કે વર્ષના અંત સુધીમાં આ પ્રોડક્ટ બજારમાં આવી જશે

કોન્ડમ કેવી રીતે ખુલશે ? 

આ બોક્સમાં આઠ બટન આપેલાં છે. આ બોક્સને ખોલવા માટે તેના ચારે ખૂણે હળવેથી એક જ સમયે દબાણ આપવું પડશે. આમ કરવાથી જ બોક્સ ખૂલી શકશે. આ બોક્સ ઉપર ટેગલાઈન લખેલી છે કે “If it’s not a yes, it’s a no.”

 

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: