હવે કંપનીએ નેટવર્થના 10%થી વધુ વ્યવહારોની જાણ મિનિસ્ટ્રી ઓફ કંપની અફેર્સ ને કરવાની રહેશે

Spread the love
 
નવી દિલ્હી, મી.રીપોર્ટર,  25મી નવેમ્બર
 
 કંપની દ્વારા જો કોઇ રિલેટેડ પાર્ટી સાથે વ્યવહારો કરવામાં આવ્યા હોય અને તેની રકમ કંપનીના નેટવર્થના 10 ટકાથી વધારે હોય તેવા કિસ્સામાં કંપની કરદાતાએ ખાસ ઠરાવ પાસ કરી મિનિસ્ટ્રી ઓફ કંપની અફેર્સેને જણાવવું પડશે તેવો નવો પરિપત્ર મિનિસ્ટ્રી ઓફ કંપની અફેર્સે (એમસીએ)એ બહાર પાડ્યો છે. 
 
નવા પરિપત્ર મુજબ, કોઇ પણ પ્રકારની ખરીદ વેચાણ, લોન, લેવડદેવડના વ્યવહારો જો 10 ટકાથી વધારે હોય તો કંપનીએ આવા વ્યવહાર કરતા પહેલા ખાસ ઠરાવ પાસ કરી મિનિસ્ટ્રી ઓફ કંપની અફેર્સમાં જાણ કરીને પછી અમલમાં મૂકવા પડશે. આનાથી કંપનીઓ દ્વારા રાતોરાત  રિલેટેડ પાર્ટીઓના વ્યવહારો પર પ્રતિબંધ આવશે અને તેના કારણે આવા વ્યવહારોની પારદર્શિતા આવશે. આમ હવે કંપનીઓ દ્વારા આવા વ્યવહારો કરતા પહેલા આ બધી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.
 
  •  આપ જો કોઈ કોમેન્ટ કરવા માંગતા હોય તો Leave a Reply માં જઈને કોમેન્ટ કરી શકશો. આ ઉપરાંત તમે અમારા whatsup no 7016252600 અને 7016252899  પર કોમેન્ટ કરીને જણાવી શકો છો.
  • જો તમને અમારી પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો. આ ઉપરાંત તમે અમારી Youtube ચેનલ પર જઈને સમાચાર પણ જોઈ શકો છો. ઝડપથી સમાચાર મેળવા માટે આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mr.Reporter ની એપ ડાઉનલોડ કરો.