હવે રૂપિયા 1 લાખથી વધુ ઇલેક્ટ્રિક સિટી નું બિલ ભરેલ હોય તેવી વ્યક્તિએ રિટર્ન ફાઈલ કરવું પડશે

ભારતીય અર્થતંત્ર ને રૂપિયા 5 લાખ કરોડ તરફ આગેકૂચ કરાવનારું બજેટ : આવકવેરા રિટર્ન ફાઇલ કરવા માટે નવા નિયમો

બજેટ – વડોદરા, મિ.રિપોર્ટર, 5 મી જુલાઈ.

કેન્દ્રના નાણાં મંત્રી એ સંસદ માં રજુ કરેલું કેન્દ્રીય બજેટ ભારતના આર્થિક વિકાસ અને અર્થતંત્ર ને રૂપિયા 3 લાખ કરોડ થી રૂપિયા 5 લાખ કરોડ તરફ આગેકૂચ કરાવનારું સર્વાંગી વિકાસની દિશામાં એક કદમ ગણાવી ને 10 માંથી 8 માર્ક્સ આપનારું બજેટ ગણાવી શકાય એમ શહેરના જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મનિષ બક્ષીએ પોતાનો પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું.

ભારતના આર્થિક વિકાસ માં ભાગીદાર બનાવાની તક પૂરી પાડનારું છે એમ જણાવતાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મનિષ બક્ષીએ મિ.રિપોર્ટર સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, આ બજેટ માં સ્પષ્ટ જોગવાઈઓ ગ્રામીણ ક્ષેત્ર, શિક્ષણ ક્ષેત્ર, માળખાગત સુવિધા નું ક્ષેત્ર, માર્ગ પરિવહન ક્ષેત્ર, સંશોધન તથા તમામ વર્ગો યુવાનો, મહિલાઓ, યુવા ઉદ્યોગકારો ને ક્યાંક ને ક્યાંક આવરી લેવાનો સનિષ્ઠ કરાયેલો પ્રયાસ આવકારદાયક છે. આવનારા 5 વર્ષોમાં દરેક ઘરમાં વીજળી, પાણી અને ગેસ પહોંચાડવાની જાહેરાત એ સરકારની પ્રજાલક્ષી નીતિ સૂચવે છે. વિદેશી રોકાણ, બેન્કિંગ ક્ષેત્રની જોગવાઈઓ થકી અર્થતત્ર ને અને શેર માર્કેટ ને વધુ વેગવંતુ અને ચેતનવંતુ બનાવવાની જાહેરાતો એ લાંબા ગાળા ના વિકાસની નીતિ નો દિશા નિર્દેશ કરે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બજેટમાં મધ્યમવર્ગ ના કરદાતાઓ તથા નાના અને લઘુ ઉદ્યોગકારોને તેમની અપેક્ષા મુજબની પ્રત્યક્ષ કર માં રાહતો ને કોઈ જાહેરાત કરાઈ નથી. તેથી તેઓની માંગણી ન સંતોષવાનાની લાગણી સ્વાભાવિક છે.

આવકવેરાના કાયદામાં કેટલાક સુધારા કરવામાં આવ્યા છે. લગભગ નાના મોટા 67 જેટલા સુધારા કરવામાં આવ્યાં છે એમ જણાવતાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રોકડ વ્યવહારો ની માત્રા ઘટાડી ” લેશ કેશ ” અર્થતંત્ર ઉપર ભાર મૂકવામાં આવેલ છે. વિવિધ કલમો દ્વારા લેશ કેશ વ્યવહારો, સિસ્ટમ દ્વારા ચેક ના વ્યવહારો ને ઉત્તેજન આપી રૂપિયા એક કરોડના ઉપાડ ઉપરના કેશના વ્યવહારો પર 2% ટીડીએસ લગાવવાનો નિર્ણય પણ આવકારદાયક છે.

અર્થતંત્ર ને રૂપિયા 5 લાખ કરોડ તરફ લઈ જવામાં ચોક્ક્સ ગતી અને દિશા નિર્દેશ આપે છે. નાના અને લઘુ ઉદ્યોગોને બેંક ના વ્યાજના દરમાં 2 % ની રાહત એ આવકારદાક છે અને ઉદ્યોગોને 5 % ટેક્સ ની રાહત તથા 2% વ્યાજની રાહત આવનારા વર્ષોમાં ભારતીય નાના અને લઘુ ઉદ્યોગોને પ્રાણવાયુ આપનારો ગણી શકાય.

ભારતના પ્રથમ મહિલા નાણાં મંત્રી એ બજેટ દ્વારા સરકારનો વિકાસ તથા અર્થતંત્ર ને વેગવંતુ બનાવવાનો મક્કમ નિર્ધાર નો રણકો દેખાઈ રહ્યો છે.

આવકવેરા રિટર્ન ફાઇલ કરવા માટે નવા નિયમો….

(૧) કોઈ પણ વ્યક્તિની આવક જો કરપાત્ર ન હોય તો આવકવેરાનું રિટર્ન ફાઈલ નહિ કરવાની જોગવાઈ છે, જોકે હવે તેમાં સુધારો કરવામાં આવ્યો છે. આ સુધારો ઘણાં લોકો પર અસરકર્તા રહેશે.

(૨) રૂપિયા એક કરોડથી વધુ રોકડ બેંક ખાતામાં જમા કરાવી હોય અથવા રૂપિયા 2 લાખ થી વધુ વિદેશ પ્રવાસનો ખર્ચ હોય અથવા રૂપિયા 1 લાખથી વધુ ઇલેક્ટ્રિક સિટી નું બિલ ભરેલ હોય તેવા સંજોગોમાં આવકવેરાનું રિટર્ન ભરવું પડશે.

Leave a Reply