સેક્સ જ નહીં, ભવિષ્યમાં તો બાળક માટે પ્રેગનેન્ટ નહીં થવું પડે ? વાંચો કેમ ?

Spread the love

મિ.રિપોર્ટર, અમદાવાદ, ૨૪મી ડીસેમ્બર. 

ટેકનોલોજીના યુગમાં દુનિયા ઝડપથી બદલાઈ રહી છે. ટેકનોલોજીના લીધે માણસનું અસ્તિત્વ પણ ખતરામાં પાડી શકે તેવી સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. આગામી દિવસોમાં  આપણને હાલ જેના વગર નથી ચાલતું તેવી કેટલીક વસ્તુઓ કદાચ આગામી ૨૫-૩૦ વર્ષમાં જોવા નહીં મળે. ટેક્નોલોજીના વિકાસની ઝડપ જોતા ૨૫ વર્ષથી ઓછા સમયમાં આ વસ્તુઓ ગાયબ થઈ જાય તો પણ નવાઈ નહીં.

ટેકનોલોજીના વધી રહેલા પ્રભાવને જોતા લોકો પરણવાનું છોડી દેશે 

 આ વાત તમને કાલ્પનિક પરંતુ ટેકનોલોજીના યુગમાં તે વાસ્તવિક છે. વેસ્ટર્ન વર્લ્ડમાં તો આ ટ્રેન્ડ શરુ થઈ પણ ચૂક્યો છે. મેરેજનું આપણા દેશમાં હાલ ભલે સામાજિક અને ધાર્મિક  મહત્વ હોય, પરંતુ મેટ્રો સિટીમાં પણ હવે ભણેલા-ગણેલા અને આધુનિક કહેવાતા પુરુષો મેરેજથી દૂર રહેવાનું પસંદ કરવા લાગ્યા છે. લીવ-ઈનનો ટ્રેન્ડ એટલો વધ્યો છે કે, આગામી વર્ષોમાં કદાચ લગ્ન સંસ્થાનું અસ્તિત્વ જ ખતમ થઈ જાય તેવું બની શકે છે. 

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો દબદબો રહેશે 

વિશ્વમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એ હદે વધી રહ્યું છે. તેને જોતા ભવિષ્યમાં ડોક્ટર,  વકીલો, એન્જિનિયર્સ નું કામ રહેશે કે કેમ તે કહેવું ખૂબ મુશ્કેલ છે. એમેઝોને તો કેટલાક દેશમાં ડ્રોનથી ડિલિવરી શરુ પણ કરી દીધી છે. ભવિષ્યમાં ગાડીઓ પણ  ડ્રાઈવરલેસ જોવા મળશે, તેનો ટ્રેન્ડ પણ અમુક દેશમાં શરુ થઇ ગયો છે. ટુંકમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો દબદબો રહેશે.

 દુનિયા પેપરલેસ, ડીજીટલ બનશે 

પહેલા આપડે મોટાભાગની સરકારી કચેરીમાં ફોર્મ ભરવા પડતા હતા. જોકે ટેકનોલોજી આગમન બાદ સરકારી કચેરીમાં ૫૦ થી ૬૦ ટકા કામ ઓનલાઈન થવા લાગ્યું છે. આજે કેશનું કામ કાર્ડ, એમ-વોલેટે લઇ લીધું છે. હવે તો ન્યૂઝપેપર્સ પણ હવે ઈ-પેપરમાં તબદિલ થવા લાગ્યા છે. એટલું જ નહિ પણ ડીજીટલ થવા લાગ્યા છે. આજે દેશમાં ઓનલાઈન ન્યુઝ પોર્ટલ આવી ગઈ છે. જે સ્માર્ટફોન કે અન્ય ગેજેટ દ્વારા  ગમે ત્યારે ન્યુઝને ઓપન કરીને જોઈ શકાય છે. ડીજીટલ યુગના પગલે દુનિયા પેપરલેસ બનશે. 

મગજના સિગ્નલને વાંચી તમારા ઈશારા પર કામ કરે તેવા ગેજેટ્સ તૈયાર

 હવે વીઅરેબલ ડિવાઈસનો જમાનો શરુ થઈ ચૂક્યો છે. તમારા મગજના સિગ્નલને વાંચી તમારા ઈશારા પર કામ કરે તેવા ગેજેટ્સ તૈયાર થવા લાગ્યા છે.  એકવાર તેમના માસપ્રોડક્શનને કારણે તેમની કિંમતો નીચે આવી પછી જેમ કીપેડવાળા ફોનને સ્માર્ટફોને ગાયબ કરી દીધો, એમ વીઅરેબલ ડિવાઈસ સ્માર્ટફોનને જ ગાયબ કરી દેશે.

બાળક માટે પ્રેગનેન્ટ નહીં થવું પડે

ટેકનોલોજીના યુગમાં મેડિકલ સાયન્સ પણ હવે અત્યંત ઝડપથી વિકસી રહ્યું છે. ક્લોનિંગથી બાળકનો જન્મ કરાવવામાં સક્ષમ બનેલું સાયન્સ એ હદે આગળ જશે કે બાળક પ્રાપ્ત કરવા માટે પ્રેગનેન્ટ થવાની જ જરુર નહીં પડે. એટલું જ નહીં, મહિલાઓને પિરિયડ્સના દર્દ અને પરેશાનીમાંથી કાયમ માટે મુક્તિ મળી જાય તે પણ આગામી વર્ષોમાં શક્ય બનશે.