ભારતના જ નહીં દુનિયાભરના લોકો ફોલો કરે છે આ ભારતીયોને

Spread the love

આજે સોશિયલ મીડિયામાં સામાન્ય લોકો પણ ખાસ બની જાય છે. યુટ્યૂબ એક એવું માધ્યમ છે કે જ્યાં તમે તમારી ટેલેન્ટની મદદથી ફેમસ બની શકો અને સાથે સારી કમાણી પણ કરી શકો છો. યુટ્યૂબને કારણે જ ભારતના આ લોકો આજે દુનિયાભરમાં ઓળખ બનાવી ચૂક્યા છે. તેમના ફોલોઅર્સ ભારતમાં જ નહીં વિદેશમાં પણ એટલા જ છે. આજે અમે તમને ફેમસ ઈન્ડિયન યુટ્યૂબ પર્સનાલિટી વિશે જણાવીશું.

ભૂવન બામ

ભુવન બામ પોતાની BB ki Vines નામની યુટ્યૂબ ચેનલ પર દર્શકોને હસાવે છે. આ દેશની પહેલી યુટ્યૂબ ચેનલ છે જેણે સૌથી પહેલા સફળતા મેળવી. અત્યારે ભુવનના 1,39,77,714 સબ્સક્રાઈબર્સ છે.

અમિત ભડાના

અમિત ભડાના પોતાની કોમેડી સ્કિલ્સની મદદથી ફેમસ થયો. તેણે પોતાની ટેલેન્ટની મદદથી દર્શકોનું મનોરંજન કર્યું. અમિતની યુટ્યૂબ ચેનલ પર અત્યારે 1,52,53,625 સબ્સક્રાઈબર્સ છે.

ગૌરવ ચૌધરી

ગૌરવ ચૌધરી યુટ્યૂબ પર ટેક્નોલોજીના ગુરૂ તરીકે ઓળખાય છે. તેના યુટ્યૂબ પર 22,60,926 સબ્સક્રાઈબર્સ છે.

સંદીપ માહેશ્વરી

સંદીપ માહેશ્વરી મોટિવેશનલ સ્પીકર છે. તે લોકોને અલગ-અલગ પ્રકારના સ્વભાવો વિશે માહિતી આપે છે. સંદીપની યુટયૂબ ચેનલ પર 1,07,12,383 સબ્સક્રાઈબર્સ છે.

અજય નાગર

અજય નાગર પોતાના અનોખા અવાજને કારણે ઓળખાય છે. હરિયાણાના રહેવાસી અજયની યુટ્યૂબ ચેનલનું નામ CarryMinati. તેના 70,10,012 ફોલોઅર્સ છે.