મુંબઈ, મિ.રિપોર્ટર, ૧૮મી ફેબ્રુઆરી. 

દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના દીકરા આકાશ અંબાણીનું શાહી વેડિંગ કાર્ડ સોશ્યિલ મીડિયા પર વાઈરલ થયું છે. વાઈરલ થયેલા શાહી કાર્ડને લોકો સોશિયલ મીડિયાના ગ્રુપમાં શેર કરી રહ્યા છે. આ કાર્ડ કોઈ સામાન્ય કાર્ડ નથી. એક શાહી કાર્ડ છે. જેમાં  માત્ર આમંત્રણ કાર્ડ નથી, પણ તે એક મ્યુઝીકલ કાર્ડ પણ છે. શાહી કાર્ડમાં  રાધા-કૃષ્ણ અને ભગવાન ગણેશની તસવીરો છે.

This slideshow requires JavaScript.

મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ નાના દીકરા અનંત અંબાણી સાથે સિદ્ધિવિનાયકના ચરણોમાં કાર્ડ ધર્યું હતું. સિદ્ધિવિનાયક મંદિરમાં તેમણે પૂજા અર્ચના કરી હતી અને ભગવાનના આશીર્વાદ લીધાં હતાં. આકાશની પત્ની બનવા જઈ રહેલી શ્લોકાના પિતા હિરાના મોટા કારોબારી છે. અંબાણી પરિવારમાં ડિસેમ્બર મહિનામાં જ એક લગ્ન ધામધૂમથી સંપન્ન થયા હતાં. ઈશા અંબાણીના લગ્ન ઉદ્યોગપતિ આનંદ પીરામલ સાથે થયાં છે. ઈશાના સસરા અજય પીરામલ પણ અંબાણી પરિવાર સાથે સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા હતાં.

શાહી કાર્ડની વિશેષતા : કાર્ડ ખોલતાં જ સંભળાય છે ધૂન

9 માર્ચના રોજ આકાશ અંબાણી પોતાની ફિયાન્સ શ્લોકા મહેતા સાથે મુંબઈમાં લગ્ન કરશે. કાર્ડ ખોલતાં જ ભજનની ધૂન સાંભળવા મળે છે. ડબ્બામાં પેક થયેલા આ કાર્ડમાં અનેક પેજ છે. જેમાં લગ્ન દરમિયાન કાર્યક્રમોની જાણકારી આપવામાં આવી છે. આ વેડિંગ કાર્ડની સુંદરતા જોવાલાયક છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આકાશ અને શ્લોકાની સગાઈ 2018માં થઈ હતી. આ સગાઈ પહેલા પણ એક પાર્ટી રાખવામાં આવી હતી. જેમાં આકાશે શ્લોકાને પ્રપોઝ કર્યું હતું. લગ્નનો કાર્યક્રમ જિયો વર્લ્ડ સેન્ટર બીકેસી મુંબઈમાં યોજાવાનો છે. આકાશ અંબાણી અને શ્લોકા મહેતા સ્કૂલમાં સાથે જ અભ્યાસ કરતાં હતાં. અંબાણી પરિવારના આ લગ્નમાં અનેક મોટા મહેમાનો હાજરી આપશે…..જુઓ…શાહી કાર્ડ નો વિડીયો…..

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: