બિઝનેશ-મિ.રિપોર્ટર, ૨૬મી માર્ચ
દેશના સૌથી મોટા અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર આકાશના લગ્ન તાજેતરમાં જ તેની સ્કુલની ફ્રેન્ડ શ્લોકા મહેતા સાથે ખુબ જ ધૂમધામથી થયા છે. આ લગ્નમાં ધૂમ ખર્ચો કરવામાં આવ્યો છે. રાજા-મહારાજાને ત્યાં લગ્ન થતાં હોય તેવી તમામ સુવિધાઓ ઉભી કરવામાં આવી હતી. લગ્નના ખર્ચામાં એવી વાત બહાર આવી છે કે, નીતા અંબાણીએ પુત્રવધુ શ્લોકા ને લગ્નની ભેટ પેટે રૂપિયા એક, બે કે ત્રણ નહિ પણ રૂપિયા ૩૦૦ કરોડનો હીરાજડિત નેકલેસ ભેટમાં આપ્યો છે. આ નેકલેસની હાલમાં ભારે ચર્ચાઓ થઇ રહી છે.
હીરાજડિત નેકલેસની સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા છે. આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્નમાં સ્ટાર્સ થી લઈને ને સુપરસ્ટાર, રમતવીર અને ઉદ્યોગપતિ સામેલ હતા. અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા, અભિષેક, જયા, શાહરુખ ખાન, ગૌરી ખાન, કરિના કપૂર અને મલાઈકા અરોરા જેવા મોટા સ્ટાર અંબાણી પરિવારની લગ્ન પ્રસંગમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ક્રિકેટના ભગવાન તરીકે જાણીતા સચિન તેંડુલકર તેની પત્ની અંજલિ સાથે લગ્નમાં હાજરી આપી હતી.