‘દ્રશ્યમ’, ‘મદારી’ અને ‘ફોર્સ’ જેવી ફિલ્મોના ડિરેક્ટર નિશિકાંત કામતનું હૈદરાબાદની હોસ્પિટલમાં નિધન

drishyam nishikant kamat

બોલિવુડના વધુ એક ફિલ્મમેકરનું અવસાન : ‘દ્રશ્યમ’, ‘મદારી’ અને ‘ફોર્સ’ જેવી ફિલ્મોના ડિરેક્ટરને લિવર ની સમસ્યાને કારણે હોસ્પિટલમાં એડમિટ હતા

બોલિવુડ – મી.રિપોર્ટર , 17મી ઓગસ્ટ .

દેશમાં કોવિડની મહામારી યથાવત છે. ઉલ્ટાનું કેસ સતત વધી રહ્યા છે. કોવિડની મહામારીના લીધે ઘણા બધા બોલિવુડના કલાકારોનું અવસાન થયું છે. ગઈકાલે જ પૂર્વ ક્રિકેટર અને યુપી  સરકારના મંત્રી ચેતન ચૌહાણ નું પણ કોરોનાના લીધે મોત  નીપજ્યું હતું. આ ઘટનામાંથી કોઈ બહાર આવે ત્યાં બોલિવુડમાંથી એક દુઃખદ સમાચાર આવ્યા છે. 

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

બોલિવુડ ફિલ્મમેકર નિશિકાંત કામત છેલ્લા કેટલાય દિવસથી કિડનીને લગતી બીમારીના લીધે હૈદરાબાદની એક હોસ્પિટલમાં સારવાર કરાવી રહ્યાં હતા. જોકે તેમને કિડનીને લગતી બીમારી ઉપરાંત ઈન્ફેક્શન પણ હતું. 
www.mrreporter.in
50 વર્ષીય બોલિવુડ ફિલ્મમેકર નિશિકાંત કામતનું આજે સવારે દુઃખદ અવસાન થયું હતું. તેમના અવસાનના સમાચાર સોશિયલ મીડિયા પર વાયુવેગે  પ્રસરતા તેમની સાથે કામ કરનારા અને બૉલીવુડ ના કલાકારો ચોકી ઉઠ્યા હતા. તેમના મોતની પુષ્ટિ કાર્ય બાદ ઘણા કલાકારોએ તેમને twitter પર શ્રધ્ધાંજલી  આપી હતી. 
નિશિકાંત કામતે અજય દેવગણ અને તબુ સ્ટારર દ્રશ્યમ અને ઈરફાન ખાન સ્ટારર મદારી ફિલ્મ ડિરેક્ટ કરી હતી. તેમણે ફોર્સ અને રોકી હેન્ડસમ એમ બે ફિલ્મોમાં જોહ્ન અબ્રાહમ સાથે કામ કર્યું હતું. આ સિવાય તેઓ આર.માધવન, સોહા અલી ખાન, ઈરફાન ખાન, પરેશ રાવલ અને કે.કે. મેનન સ્ટારર ‘મુંબઈ મેરી જાન’ના ડિરેક્શન માટે જાણીતા હતા.નિશિકાંત કામત મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પણ જાણીતા ડિરેક્ટર હતા.

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply