નિર્ભયાને 7 વર્ષ, 3 મહિના, 4 દિવસ પછી ન્યાય મળ્યો
નવી દિલ્હી – મી.રિપોર્ટર, 20મી માર્ચ.
નિર્ભયા કાંડના ચાર આરોપીઓ ને આજે સવારે 5.30 વાગે તિહાર જેલમાં એક સાથે ફાંસી પર લટકાવી દેવામાં આવ્યા છે. ચારેય દોષિતોને એક સાથે ફાંસીના ફંદા પર લટકાવવામાં આવતા જ નિર્ભયા ને 7 વર્ષ, 3 મહિના, 4 દિવસ પછી ન્યાય મળ્યો છે.
તિહાર જેલમાં ચારેય દોષિતો ને ફાંસી આપતા પહેલાના અપડેટ્સ :
- વિનયે કપડાં નહતા બદલ્યા અને અંતિમ ઘડીએ રડીને માફી માંગવા લાગ્યો હતો.
- દોષિત વિનય સિવાય અન્ય ત્રણ કેદીઓએ કપડાં બદલ્યા હતા.
- ફાંસી ઘરના લીવર અને તખ્તાની તપાસ કરી દેવામાં આવી હતી.
- ચારેય દોષિતોને નાહવા અને પ્રાર્થના માટે કહેવામાં આવ્યું પરંતુ તેમણે ઈન્કાર કર્યો
- ચારેય દોષિતોનો મેડિકલ ટેસ્ટ કરી દેવામાં આવ્યા, તેઓ સંપૂર્ણ સ્વસ્થ હતા.
- ફાંસી અંગેની તમાર તૈયારી અને કાયદા પ્રમાણે જેલ મેન્યુઅલ કામગીરી પૂરી થયા બાદ 5.30 વાગે ચારેય દોષિતો ને જલ્લાદે ફાંસી ના માચડે લટકાવી દીધા હતા.
- ચારેય દોષિતો ને ફાંસી આપવામાં આવતાં જ નિર્ભયાની માતા આશા દેવી એ જણાવ્યું હતું કે, આખરે નિર્ભયા ને ન્યાય મળ્યો.
( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.)