મિ.રિપોર્ટર,  ૨૧મી ડીસેમ્બર. 

તમારા કોમ્પ્યુટરને કોઈ તપાસ એજન્સી તપાસી શકે ખરા ? આ પ્રશ્ન સામે મોટાભાગના લોકો કહેશે કે, ના મેં એવું કશું કર્યું નથી કે કોઈ તપાસ એજન્સી મારા કોમ્પ્યુટરને ચેક કરી શકે. જો તમે પણ આવું જ કોઈ એવું વિચારતાં હોવ તો જરા વિચારજો. કેમકે તાજેતરમાં જ ગૃહ મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આદેશ અનુસાર ઇન્ટેલિજન્સ બ્યૂરોથી લઈને NIA સુધીની દસ એજન્સીઓની પાસે અધિકાર છે કે તેઓ કોઈ પણ કોમ્પ્યુટરના ડેટાને ચેક કરી શકે છે. એટલું જ નહિ કેન્દ્રીય એજન્સીઓ હવે કોઈ પણ કોમ્પ્યુટરમાં રિસીવ થતા અને સ્ટોર્ડ ડેટા સહિત કોઈ પણ જાણકારી પર નજર, ઇન્ટરસેપ્ટ અને ડિક્રિપ્ટ કરી શકે છે.

ગૃહ મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આદેશ અનુસાર, 10 એજન્સીઓની પાસે અધિકાર છે કે તેઓ કોઈ પણ કોમ્પ્યુટરના ડેટાને ચેક કરી શકે છે. આ એજન્સીઓમાં ઇન્ટેલિજન્સ બ્યૂરો, નારકોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો, ઇન્ફોર્સમેન્ટ ડિરોક્ટરેટ, સેન્ટ્રલ ટેક્સ બોર્ડ, ડીઆરઆઈ, સીબીઆઈ, કેબિનેટ સચિવાલય (આર એન્ડ એડબ્યૂ), ડાયરેક્ટરેટ ઓફ સિગ્નલ ઇન્ટેલિજન્સ (જમ્મુ-કાશ્મીર, નોર્થ ઇસ્ટ અને આસામના માટે) અને પોલીસ કમિશનર દિલ્હીના નામ સામેલ છે. આ આદેશ અનુસાર તમામ સબસ્ક્રાઇબર કે સર્વિસ પ્રોવાઇડર અને કોમ્પ્યુટનરના માલિકને તપાસ એજન્સીઓને ટેકનીકલ સહયોગ આપવો પડશે. જો તેવો એવું નહીં કરે તો તેમને 7 વર્ષની સજા સાથે દંડ ફટકારાઈ શકાય છે.

 

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: