ટીમ ઈન્ડિયાએ આપેલા 307 રનના ટાર્ગેટને ન્યૂઝીલેન્ડે આસાની થી 7 વિકેટે ચેઝ કરી ને મેચ જીતી લીધી

www.mrreporter.in

સ્પોર્ટ્સ- મી.રિપોર્ટર, 25મી નવેમ્બર.

ઓકલેન્ડના ઈડન પાર્કમાં ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચેની 3 મેચની વન-ડે સિરીઝની પ્રથમ મેચમાં  ટીમ ઈન્ડિયાએ આપેલા 307 રનના ટાર્ગેટને ન્યૂઝીલેન્ડે આસાની થી 7 વિકેટે ચેઝ કરી ને મેચ જીતી લીધી હતી. 

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8

ન્યૂઝીલેન્ડે ટીમ તરફથી કેપ્ટન કેન વિલિયમસન અને વિકેટકીપર બેટર ટૉમ લાથમની વચ્ચે શાનદાર અને રેકોર્ડબ્રેક પાર્ટનરશિપ બની હતી. બન્ને વચ્ચે ચોથી વિકેટ માટે 221* રનની શાનદાર પાર્ટનરશિપ થઈ હતી. ટૉમ લાથમે 104 બોલમાં 145 રન ફટકાર્યા હતા. તો કેપ્ટન કેન વિલિયમસને 98 બોલમાં 94 રન ફટકાર્યા હતા. ટીમ ઈન્ડિયાના બોલર્સ આ જોડી સામે લાચાર થઈ ગયા હતા. ઉમરાન મલિકે બે વિકેટ, જ્યારે શાર્દૂલ ઠાકુરને એક વિકેટ મળી હતી. 

પ્રથમ બેટિંગ કરતા  ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 307 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટીમ ઈન્ડિયાએ નિર્ધારીત ઓવરમાં 6 વિકેટે 306 રન બનાવ્યા હતા. ભારત તરફથી સૌથી વધુ શ્રેયસ અય્યરે 80 રન બનાવ્યા હતા. તો કેપ્ટન શિખર ધવને 72 રન અને શુભમન ગિલે 50 રન બનાવ્યા હતા. તો વોશિંગ્ટન સુંદરે ધમાકેદાર બેટિંગ કરતા માત્ર 16 બોલમાં 37 રન ફટકારી દીધા હતા. કિવી ટીમ તરફથી સૌથી વધુ લોકી ફર્ગ્યુસન અને ટિમ સાઉધીએ 3-3 વિકેટ ઝડપી હતી. ​​​હવે સિરીઝની બીજી મેચ રવિવારે 27મીએ સવારે 7 વાગેથી રમાશે.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply