નવી સ્ક્રેપ પોલિસીની જાહેરાત : કેન્દ્રની નવી નીતિ 1 ઓક્ટોબરે લાગુ થશે, ૨૦ વર્ષ જુના વાહનો સ્ક્રેપમાં જશે

www.mrreporter.in
Spread the love

બિઝનેશ-ગાંધીનગર, મી.રિપોર્ટર, ૧૩મી ઓગસ્ટ.

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજે 15 વર્ષ જૂના વાહનો માટે સ્ક્રેપ પોલિસીની જાહેરાત કરતા કેન્દ્રના મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, ‘ભાવનગરના અલંગ ખાતે દેશનો પ્રથમ સ્ક્રેપ પ્લાન્ટ શરૂ થશે. કેન્દ્રની નવી નીતિ 1 ઓક્ટોબર 2021થી લાગુ થશે. જૂના વાહનોનું પ્રદૂષણ માત્ર 10થી 12 % વધારે છે. કચ્છમાં જૂના વાહનો સ્ક્રેપ કરવા પાર્ક સ્થપાશે.’હવે દેશભરમાં સ્ક્રેપ પોલીસી લાગુ થવા જઇ રહી છે.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8

આ પ્રસંગે વર્ચ્યુઅલ જોડાયેલા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, આ પોલીસી નવા ભારતની મોબોલિટીને ઓટો સેક્ટરને નવી ઓળખ આપશે. નવી સ્ક્રેપિંગ પોલીસી કચરાથી કંચનના અભિયાનને વેગ આપશે. સ્ક્રેપિંગ પોલીસી સમયની માંગ છે.  આ પોલીસી 10 હજાર કરોડથી પણ વધારે રોકાણ લાવશે. આગામી 25 વર્ષ દેશ માટે મહત્વના છે. આ પોલીસી પર્યાવરણ માટે પણ જરૂરી છે. આ પોલીસીથી આપણા સ્વાસ્થ્ય પર પ્રદુષણના કારણે જે અસર થાય છે તે ઓછી થશે.

ગુજરાતમાં ક્યાં ચાર સ્થળોએ સ્ક્રેપ માટેના પાર્ક બનશે ? 

કચ્છમાં જૂના વાહનના સ્ક્રેપ માટે પાર્ક બનશે.  સ્ક્રેપ પોલિસીને જાપાન અને બેલઝિયમમાં લાગૂ કરવામાં આવી છે. એશિયાના દેશો સ્ક્રેપિંગ માટે ગુજરાતમાં સ્ક્રેપ મોકલશે જે  કંડલા ના માધ્યમથી ગુજરાતમાં આવશે. જૂના વાહનોનો નિકાલ કરવા માટે ગુજરાતમાં ચારથી પાંચ સ્થળોએ ભંગાર વાડા બનાવવામાં આવશે.

સ્ક્રેપમાં વાહન કાઢી નાખનારાઓને શું ફાયદો થશે ? 

સ્ક્રેપમાં વાહન કાઢી નાખનારાઓને આપવામાં આવનારા પ્રમાણપત્ર પર તેમને નવા વાહનની ખરીદી બાદ રોડ ટેક્સમાં 25 ટકાની રાહત આપવામાં આવશે. કોમર્શિયલ વેહિકલ માટે આ રાહતની ટકાવારી 15ની રાખવામાં આવશે. મોટર વેહિકલ ટેક્સમાં પણ આ સર્ટિફિકેટ પર 25 ટકા સુધીની રાહત મળશે. નવી પોલિસીથી દેશમાં રોજગારીનું પ્રમાણ વધશે અને વાહન ઉદ્યોગને વધારે ગતિ મળશે.

ગુજરાતમાંથી કેટલા વાહનો સ્ક્રેપમાં જશે ?

આ પોલીસી લાગુ થતાં ગુજરાતમાં કુલ મળીને 16,43,218 વાહનો ભંગારવાડે જશે. ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન મળશે.  લોકસભામાં રજૂ કરાયેલાં રિપોર્ટ મુજબ, ગુજરાતમાં 15-20 વર્ષ જૂના વાહનોની સંખ્યા 10,19,898 છે જયારે 20 વર્ષથી વધુ જૂના વાહનોની સંખ્યા 5,01,979 છે. સ્ક્રેપ પોલીસી જાહેર થતા જ આ લાખો વાહનો સ્ક્રેપ થઇ જશે. પોલીસના નવા નિયમ મુજબ વર્ષ 2005 પહેલાં વાહનો સ્ક્રેપ થશે. 

નવી પોલિસીથી સરકારને શું ફાયદો?

 (1) નવા એન્જિનવાળી ગાડીઓ ગ્રાહકો ખરીદવાથી ઈંધણનો વપરાશ ઘટશે સાથે જ પ્રદૂષણ પણ ઓછું ફેલાવશે.

(2) જે વાહન સ્ક્રેપમાં જશે એને બદલે નવા વાહનની ખરીદી પર GST 50થી 100% છૂટ મળવાની શક્યતા છે. નવી નીતિથી સરકારને GSTથી 9600 કરોડ રૂપિયા અને તે બાદ પાંચ વર્ષમાં 4900 કરોડનો લાભ થવાની શક્યતા છે. 

(૩) જૂનાં વાહન હટવાથી અને નવાં વાહન આવવાથી 9,550 કરોડ રૂપિયાની બચતનું અનુમાન છે. આગામી વર્ષથી જ એનાથી 2400 કરોડ રૂપિયાનું ઈંધણ બચશે. 

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.