ટેકનોલોજી- મિ.રિપોર્ટર, ૩૧મી મે

દેશભરના યુવાનોમાં વોટસએપ  ખુબ જ લોકપ્રિય છે. જોકે કેટલાક લોકો તેનો મિસયુઝ કરી રહ્યા હોવાના સમાચાર અવારનવાર સામે આવી રહ્યા છે. જેની સામે વોટસએપ પોતાના નવા વર્ઝનમાં વધુ એક સિક્યુરીટી ફિર્ચસ લાવવાની તૈયારીમાં છે.  આ બાબતે ટેસ્ટિંગ પણ શરુ કરી દેવાયું છે.

હાલ વોટસએપમાં કોઈપણ વ્યક્તિનો પ્રોફાઈલ ફોટો સીધો ફોનમાં સેવ કરી શકાય છે. બીજાનો ફોટો સેવ કરવાને લઈને હવે વોટસએપ નવો ફેરફાર લાવી શકે છે. આ નવું ફિર્ચસ આવી જશે તેના લીધે તમે કોઈપણ વ્યક્તિના વોટસએપ પ્રોફાઈલ ફોટોને સીધો જ તમારા ફોનની ગેલેરીમાં સેવ નહીં કરી શકો. આ ઉપરાંત  વોટસએપે નવા વર્ઝનમાં સ્ક્રિનશોટ લેવા પર પણ પ્રતિબંધ લગાવી દીધો હોવાથી તે પ્રોફાઈલ ફોટાને સેવ કરવું હવે મુશ્કેલ બની જશે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ આ બાબતે કોઈ ઓફશીયલી જાહેરાત નથી કરવામાં આવી પણ વોટસએપ તરફથી આ નવા ફિચર્સને લઈને ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. જેના લીધે આગામી સમયમાં જ્યારે પણ નવું અપડેટ આવે ત્યારે આ ફિચર્સનો ઉમેરો થઈ શકે છે. 

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: