રાજ્યના મંત્રીમંડળમાં નવા ચહેરા-યુવાનોને તક અપાશે, વડોદરાના MLA મનીષા વકીલની લોટરી લાગી શકે છે

www.mrreporter.in

શૈલેશ મહેતા (સોટ્ટા), અને સાવલીના કેતન ઇનામદાર પણ મંત્રીપદ ની રેસમાં આગળ : સરપ્રાઈઝ આવે તો નવાઈ ન પામતા : નવા રૂપરંગ વાળી જ સરકાર હશે 

ગાંધીનગર- રાજનીતિ, મી.રિપોર્ટર, 15 મી સપ્ટેમ્બર. 

આજે બપોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના સભ્યોની શપથવિધિ યોજાવાની તૈયારી થઇ ગઈ છે. સાંજે 4.20 વાગે યોજાશે. નવા મંત્રીમંડળ માં  નવા ચહેરાઓને સ્થાન મળી શકે છે. જેમાં પાટીદાર – 7 થી 8,  સવર્ણ –  4 થી 5, ઓબીસી- 8 થી 10, દલિત –  1 થી 2, આદિવાસી – 2 થી 3  MLA ને મંત્રીઓ બનાવી શકાય છે. 

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8

જોકે જુના જોગીઓ માંથી ત્રણ કે ચાર ને જ રીપીટ કરવામાં આવી શકે છે. તો બીજીબાજુ મંત્રીમંડળ ની રચનામાં સરપ્રાઈઝ રીતે નવા નામો પણ આવી શકે છે. જો વડોદરાની વાત કરીએ તો વડોદરામાંથી મનીષા વકિલ, શૈલેશ મહેતા (સોટ્ટા), અને સાવલીના કેતન ઇનામદારની લોટરી લાગી શકે તેમ છે. 

આજે બપોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના સભ્યોની શપથવિધિ યોજાવાની તૈયારી થઇ ગઈ છે. સાંજે 4.20 વાગે યોજાશે. નવા મંત્રીમંડળ માં  નવા ચહેરાઓને સ્થાન મળી શકે છે. જેમાં પાટીદાર – 7 થી 8,  સવર્ણ –  4 થી 5, ઓબીસી- 8 થી 10, દલિત –  1 થી 2, આદિવાસી – 2 થી 3  MLA ને મંત્રીઓ બનાવી શકાય છે. 

નવી સરકારના સંભવિત મંત્રીઓ ? કોને લોટરી લાગશે ?

(1) મનીષા વકિલ- વડોદરા 

(2) કેતન ઇનામદાર- સાવલી

(3) શૈલેશ મહેતા (સોટ્ટા)- વડોદરા

(4) નીમાબહેન આચાર્ય- ભૂજ

(5) જીતુ વાઘાણી- ભાવનગર

(6) સંગીતા પાટીલ- સુરત

(7) હર્ષ સંઘવી- સુરત

(8) પંકજ દેસાઇ- નડીયાદ

(9) દુષ્યંત પટેલ- ભરૂચ

(10) ગોવિંદ પટેલ- રાજકોટ

(11) નરેશ પટેલ- ગણદેવી

(12) જગદીશ પટેલ- અમરાઈવાડી

(13) આર.સી.મકવાણા- મહુવા

(14) કુબેર ડિંડોર- સંતરામપુર

(15) રૂષિકેશ પટેલ- વિસનગર

(16) ડો. આશાબેન પટેલ- ઊંઝા

(17) શશીકાંત પંડ્યા- ડીસા

(18) મોહન ઢોડિયા- મહુવા

(19) ગજેંદ્રસિંહ પરમાર-પ્રાંતિજ

(20) કનુભાઈ દેસાઈ- પારડી

જયારે  રૂપાણી સરકારના 11માંથી 7ની બાદબાકી કરી 4ને સ્થાન મળી શકે તેમ છે.  રૂપાણી સરકારના  દિલીપ ઠાકોર, ગણપત વસાવા, જયેશ રાદડિયાને રિપીટ કરવામાં આવે એવી શક્યતા છે. નવા મંત્રીમંડળમાં પૂર્વ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને કેબિનેટ કક્ષાના મંત્રીનો દરજ્જો આપવામાં આવી શકે છે. રાજકોટના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલને ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને બદલે શિક્ષણખાતું આપવામાં આવી શકે છે. ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં બે મહિલાને પણ સ્થાન આપવામાં આવી શકે છે.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply