વડોદરા, મિ.રિપોર્ટર, ૧૮ મી ફેબ્રુઆરી.
શહેરની ફિઝીયોથેરાપીસ્ટ યુવતી સાથે દુષ્કર્મ આચરવાના ગુનામાં નાસતા ફરતા અકોટાના ન્યુરો સર્જન ડો.યશેષ દલાલની શહેર ક્રાઈમ બ્રાન્ચે મુંબઇથી ધરપકડ કરી છે. અત્રે ઉલ્લેખનીય છેકે, ફિઝીયોથેરાપીસ્ટ યુવતીએ ન્યુરો સર્જન ડો.યશેષ દલાલ સામે યૌનશોષણ તેમજ દુષ્કર્મ કર્યાનો આક્ષેપ કર્યો હતો. જેમાં પોલીસે ફરિયાદ નોંધી ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપી હતી.
તો બીજી બાજુ આરોપી ડોક્ટરે વડોદરા સેશન્સ કોર્ટમા આગોતરા જામીન અરજી મૂકી હતી. જે ની આજે સુનાવણી હતી. પરંતુ જેપી પોલીસ સોગંદનામું રજૂ કરવા કોર્ટમાં પહોંચે તે પહેલા કોર્ટે તા.19-2-019ના રોજ સુનાવણીની મુદ્દત પડી હતી.પરંતુ આગોતરા જામીન અરજીની સુનાવણી પહેલાં આજે ક્રાઇમ બ્રાચે મુંબઇથી ધરપકડ કરી લીધી હતી. આરોપીને પોલીસ મુંબઈ થી વડોદરા લઈ આવવા રવાના થઈ ગઇ છે.