કોરોના ફેલાશે તેવા વહેમમાં વડોદરાના ન્યુ સમામાં હોસ્પિટલ ધરાવતાં તબીબને પાડોશી હેરાન કરે છે, જુઓ તબીબની વ્યથા ઠાલવતો વિડીયો……(એક્સક્લુઝિવ)

Spread the love

પાડોશીના ત્રાસથી તબીબે એક અઠવાડિયું હોસ્પિટલ પણ બંધ રાખવી પડી હતી :  તબીબે પોતાની વ્યથા રજુ કરી

હેલ્થ-વડોદરા, મિ.રિપોર્ટર, 10મી એપ્રિલ. 

વડોદરાના ન્યુ સમા વિસ્તારમાં રાજ ડાયગ્નોસીસ નામની હોસ્પિટલ ધરાવતાં તબીબ ને હોસ્પિટલ બંધ રાખવા અને તમારા લીધે કોરોના વાઇરસ ફેલાશે તેવી ગર્ભિત ધમકી આપી ને પાડોશી ધમકાવી રહ્યા હોવાનો એક વિડિયો વાઇરલ થયો છે.

શહેરના દાંડિયા બજાર ખાતે રહેતા ડો.રાજ બુમિયા ન્યુ સમા વિસ્તારની સ્વાતી સોસાયટીમાં રાજ ડાયગ્નોસીસ નામની હોસ્પિટલ ધરાવે છે. લોક ડાઉન જાહેર થવા છતાં પણ આવશ્યક સેવાઓ માં આવતા અને કોરોના વાઇરસ જેવી મહામારીમાં પણ જીવ ના જોખમે ફરજ બજાવતા ડો. રાજ બુમીયા ને છેલ્લા 15 દિવસ થી પાડોશી કોઈ ને કોઈ કારણ કાઢી ને હેરાન કરી રહ્યા છે. ડોકટર અને તેમના સ્ટાફ ને વગર કારણે કોરોના વાઇરસ ફેલાશે તેવા ડર થી બિન જરૂરી રીતે પરેશાન કરવામાં આવી રહ્યા છે.

ડોકટર રાજ ની હોસ્પિટલ પાડોશી ના ઘર થી 10 થી 15 ફૂટ દૂર છે, વળી ડો. રાજ ની હોસ્પિટલ માં એક્ષરે કે ડાયગ્નોસીસ માટે ગર્ભવતી મહિલાઓ અને દર્દીઓ આવે છે. જે નોર્મલ દર્દીઓ જ છે. છતાં પણ જુનવાણી માનસિકતા ધરાવતા પાડોશીઓ નો ત્રાસ સતત વધી રહ્યો છે. આજે એક અઠવાડિયા બાદ હોસ્પિટલ ખોલનારા ડો.રાજ સાથે પાડોશી ઝઘડો કરી ને વિડિયો બનાવાતા જ સામે ડો. રાજે પણ વળતો વિડિયો બનાવી ને સોશીયલ મિડીયા પર અપલોડ કર્યો છે.

સમગ્ર ઘટના અંગે ડો.રાજ બુમિયા એ “મી.રિપોર્ટર ન્યુઝ પોર્ટલ” સાથે ખાસ વાતચીત માં પોતાની આપવીતી જણાવતા કહ્યું હતું કે, હુ છેલ્લા પાંચ વર્ષ થી હોસ્પિટલ ધરાવું છું. પણ કોરોના વાઇરસ ના આતંક બાદ પડોશોનો પણ બિન જરૂરી આતંક વધી ગયો છે. મારી હોસ્પિટલ 15 ફૂટ ઊંચી છે અને પાડોશી સાથે કોઈ પણ રીતે સંપર્કમાં આવતી નથી છતાં પણ તેઓ કારણ કાઢી ને અમને હેરાન કરે છે. અઠવાડિયામાં મારી સામે ખોટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરી છે. જે સંદર્ભમાં આજે પોલીસ પણ આવી હતી, મે સમગ્ર હકીકત થી વાકેફ કરાવતા અને હોસ્પિટલ માં સેનેટાઇઝર સહિતની વ્યવસ્થા જોઈને તેમણે સંતોષ વ્યક્ત કર્યો છે. પોલીસે મને તેમની સામે ફરિયાદ કરવાનું કહ્યું હતું, પણ મે હાલ પૂરતી ના પાડી છે. પણ જો પાડોશી પુનઃ પરેશાન કરશે તો પોલીસ ફરિયાદ ચોક્કસ કરીશ.

ડૉ.રાજે વધુમાં જણાવ્યું હતું કે, મારી પત્ની પણ ડોકટર છે. તે SSG મા ફરજ બજાવે છે. મારો બે વર્ષ નો દીકરો છે. મારા પિતા 75 વર્ષ અને માતા 70 વર્ષ ના છે. તમામ ને મે સલામતી ખાતર બીજે રહેવા મોકલી આપ્યા છે. હુ અને મારી પત્ની પણ ઘરમાં અલગ અલગ જગ્યાએ રહીએ છે. કોરોના વાઇરસ ની મહામારી અંગે ડોકટર થી વધારે કોણ સમજી શકે. અમે અમારી અને અન્ય ની જાન ખતરામાં ઓછી નાખવાના છીએ. પાડોશી ના વર્તન થી દુઃખ થાય છે.  

જુઓ આજે ડો. રાજ બુમીયા ને પાડોશીએ કેવી રીતે ફેરાન કર્યા, તેમની સાથે કેવી વર્તન કર્યું… આ વિડિયો ખુદ તબીબ પાસે થી મી.રિપોર્ટર ન્યુઝ પોર્ટલ ને પ્રાપ્ત થયો છે. જુઓ વિડિયો…

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.