ભારતે ઓસ્ટ્રેલિયાને 13 રને હરાવ્યું : અંતિમ વન-ડેમાં હાર્દિક પંડ્યા અને રવીન્દ્ર જાડેજાનું શાનદાર પ્રદર્શન

www.mrreporter.in

ઓસ્ટ્રેલિયાએ  2-1થી સિરીઝ જીતી 

સ્પોર્ટ્સ- મી.રિપોર્ટર, 2જી ડિસેમ્બર. 

ભારતે કેનબેરાના મનુખા ઓવલ મેદાન પર રમાયેલી ત્રીજી અને અંતિમ વન-ડે ક્રિકેટ મેચમાં હાર્દિક પંડ્યા અને રવીન્દ્ર જાડેજાની તોફાની બેટિંગ બાદ શાર્દૂલ ઠાકુરની શાનદાર બોલિંગની મદદથી ભારતે અંતિમ વન-ડે ક્રિકેટ મેચ 13 રને જીતી લીધી છે.  જોકે, ઓસ્ટ્રેલિયાએ શ્રેણી 2-1થી જીતી લીધી છે પરંતુ અંતિમ મેચમાં જીતીને વિરાટ કોહલીની ટીમે વ્હાઈટવોશ અટકાવ્યો છે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

અંતિમ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. કેપ્ટન વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા અને રવીન્દ્ર જાડેજાની અડધી સદીની મદદથી ભારતે નિર્ધારીત 50 ઓવરમાં પાંચ વિકેટે 302 રનનો સ્કોર નોંધાવ્યો હતો. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયન ટીમ 49.3 ઓવરમાં 289 રન નોંધાવીને આઉટ થઈ ગઈ હતી. આ મેદાન પર ઓસ્ટ્રેલિયાનો પ્રથમ પરાજય છે.

હાર્દિક પંડ્યા અને રવીન્દ્ર જાડેજાની વિસ્ફોટક બેટિંગ

ભારતે એક સમયે 152 રનમાં પોતાની પાંચ વિકેટ ગુમાવી દીધી હતી અને ત્યારે ભારત મોટો સ્કોર કરી શકશે કે નહીં તે અંગે શંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી. પરંતુ હાર્દિક પંડ્યા અને રવીન્દ્ર જાડેજાની જોડીએ વિસ્ફોટક બેટિંગ કરીને ઓસ્ટ્રેલિયન બોલર્સની ધોલાઈ કરી હતી. આ જોડીએ 150 રનની અતૂટ ભાગીદારી નોંધાવી હતી. હાર્દિકે સિરીઝમાં વધુ એક વખત 90થી વધુ રનની ઈનિંગ્સ રમી હતી. અગાઉ પ્રથમ વન-ડેમાં પણ તેણે 90 રન ફટકાર્યા હતા. પંડ્યા અને જાડેજા છેક સુધી નોટ આઉટ રહ્યા હતા. હાર્દિક પંડ્યાએ 76 બોલમાં સાત ચોગ્ગા અને એક સિક્સર સાથે અણનમ 92 રન ફટકાર્યા હતા જ્યારે જાડેજાએ 60 બોલમાં અણનમ 66 રનની ઈનિંગ્સ રમી હતી જેમાં પાંચ ચોગ્ગા અને ત્રણ સિક્સર સામેલ હતી. ઓસ્ટ્રેલિયા માટે એશ્ટન અગરે બે વિકેટ ઝડપી હતી જ્યારે હેઝલવૂડ, એબોટ અને ઝામ્પાને એક-એક સફળતા મળી હતી.

(નોંધઃ આપને આ સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

Leave a Reply