NCERTના સર્વેમાં ચોંકાવનારો ખુલાસો : ઓનલાઈન ક્લાસ માટે દેશના 27% વિદ્યાર્થી પાસે સ્માર્ટફોન નથી

www.mrreporter.in
Spread the love

કેન્દ્રીય વિદ્યાલય, નવોદય સહિત સીબીએસઈ સ્કૂલોના 34 હજાર વિદ્યાર્થી, વાલીઓ અને શિક્ષકોએ સર્વેમાં ભાગ લીધો

નવી દિલ્હી- એજ્યુકેશન, મી.રિપોર્ટર, ૨૧મી ઓગસ્ટ. 
 
કોરોના મહામારીના લીધે દેશમાં શાળાઓ બંધ છે. શાળાઓ બંધ હોઈ મોટાભાગની શાળાઓએ હવે ઓનલાઈન કલાસીસ શરુ કર્યા છે. જોકે આ ઓનલાઈન કલાસીસ દ્વારા અપાતા શિક્ષણ અંગે ઘણા જ ચોકાવનારા તારણો બહાર આવ્યા છે. તાજેતરમાં જ શનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (એનસીઇઆરટી) એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જે મુજબ ઓનલાઈન માધ્યમથી અભ્યાસ કરવા માટે ઓછામાં ઓછા 27 ટકા વિદ્યાર્થીઓ પાસે સ્માર્ટફોન કે લેપટોપ નથી. જ્યારે 28 ટકા વિદ્યાર્થીઓ અને વાલીઓ અનુસાર વીજકાપ કે વીજળી ન હોવાથી અભ્યાસ અધૂરો રહી જાય છે. 
 
અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS
 

દેશમાં યુનિવર્સિટીઓ અને શાળાઓ 16 માર્ચથી બંધ છે. સરકારે કોરોના મહામારીને કાબુમાં લેવા અને તેને પ્રસરતો અટકાવવા માટે શાળાઓ બંધ કરવાની જાહેરાત કરી હતી. શૈક્ષણિક સંસ્થાઓ લાંબા ગાળા સુધી બંધ રહેતા ઓનલાઈન માધ્યમ દ્વારા અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને કેન્દ્રીય વિદ્યાલય, નવોદય વિદ્યાલય અને સીબીએસઈ સંલગ્ન શાળાઓના આચાર્યો સહિત 34,000 લોકો એનસીઇઆરટી દ્વારા હાથ ધરાયેલા સર્વેમાં ભાગ લીધો હતો. આ સર્વે  મુજબ લગભગ 36% વિદ્યાર્થીઓ પાઠયપુસ્તકો અને તેમની સાથે ઉપલબ્ધ પુસ્તકોનો ઉપયોગ કરી રહ્યા છે. શિક્ષકો અને આચાર્યોમાં મોબાઈલ બાદ લેપટોપ બીજા નંબરે આવે છે. મોબાઇલ બાદ તેની પસંદગી કરવામાં આવે છે. કોરોના મહામારીના સમયમાં ઘર બેઠા અભ્યાસ કરવા માટે ટેલિવિઝન અને રેડિયો સૌથી ઓછા ઉપયોગમાં લેવામાં આવેલાં ઉપકરણો છે.

વધુમાં સર્વેમાં બહાર આવ્યું હતું કે, દેશના લગભગ અડધા વિદ્યાર્થીઓ પાસે શાળાનાં પાઠયપુસ્તક નથી. જોકે ઈ-ટેક્સ્ટ બુક એનસીઇઆરટીની વેબસાઇટ અને દીક્ષા પોર્ટલ પર ઉપલબ્ધ છે. ઇ-ટેક્સ્ટ બુક વિશે વિદ્યાર્થીઓમાં જાગૃતિનો અભાવ છે. જેની પાછળનું કારણ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે પાઠયપુસ્તકની હાર્ડકોપીનો ઉપયોગ કરતા હોય છે. સરવેમાં ભાગ લેનારા મોટા ભાગના લોકોનું કહેવું છે કે ઓનલાઇન માધ્યમ દ્વારા ગણિતનો અભ્યાસ કરવો મુશ્કેલ છે.

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.