નાસિક, મિ.રિપોર્ટર, ૧લી મે
ગરમી પડતાની સાથે જ પાણી નો કકળાટ શરુ થઇ જાય છે. એમાય દેશની સરકારો તથા તેની સાથે સંકળાયેલી સ્વૈચ્છિક સંસ્થાઓ પાણી બચાવોની અપીલ કરતી જોવા મળે છે. તમે વડોદરા સહિત ગુજરાતમાં પાણી બચાવોની અપીલ કરતી જાહેરાતો કે હોર્ડિંગ તો જોયાં જ હશે, એક એક ટીંપાનું મહત્વ સમજાવવા માટે ઘણીવાર તેઓ ક્રિએટીવ લિબર્ટી લઈને એક સ્ટ્રોંગ મેસેજ આપવામાં આવે છે. જોકે દેશના ઘણા વિસ્તારો, શહેર અને ગામડામાં તો વાસ્તવિકતા કલ્પના કરતાં પણ વધુ વિકરાળ કે વિકટ હોય છે.
આ બાબતની સાક્ષી પૂરે તેવું એક વધુ જીવંત ઉદાહરણ દર્શાવતું અને લોકોની લાચારી બતાવતો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર વાઈરલ થઇ રહ્યો છે. જેમાં નાસિકના વૈતરણા ડેમથી માત્ર 2 કિલોમીટર દૂર આવેલ બર્ડે ચી વાડી ખાતે ગામની મહિલા અને દીકરીઓ લીટર પાણી માટે સરેરાશ પંદર વખત આ કૂવામાં ઉતરીને એક બેડુ પાણી ભરે છે. પાણી મેળવવા માટેની આ જોખમી રીત અખત્યાર કરીને પણ તેઓ પોતાની તરસ છિપાવવા માટે મજબૂર છે….જુઓ…વિડીયો….