નર્મદા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ હિરેન પટેલ સામે દુષ્કર્મની ફરિયાદ, વડોદરાની હોટેલમાં દુષ્કાર્મ કર્યાનો આક્ષેપ

Spread the love

ક્રાઈમ-નર્મદા, મી.રિપોર્ટર, ૨૫મી ઓગસ્ટ.

નર્મદા જિલ્લાના ભાજપ ઉપપ્રમુખ વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોધતા શહેરના રાજકારણમાં ભારે હોબાળો મચી ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે,  જિલ્લા ભાજપ ઉપપ્રમુખ હિરેન પટેલ વિરુદ્ધ આદિવાસી યુવતીએ લગ્ન અને નોકરીની લાલચ આપીને દુષ્કર્મ ગુજાર્યું હોવાનો ફરિયાદ નોધાવી છે. તેણીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, મરજી વિરૂદ્ધ અંગત પળો માણી ને નગ્ન ફોટા અને વીડિયો વાઈરલ કરી દેવાની જિલ્લા ભાજપ ઉપપ્રમુખ હિરેન પટેલે  ધમકી આપી  હોવાની ફરિયાદ બાદ  પોલીસે સમગ્ર મામલે કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8

પ્રાપ્ત વિગતો મુજબ, જિલ્લાના તિલકવાડાના એક નાનકડા ગામની 30 વર્ષની આદિવાસી યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. નર્મદા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ હિરેન રાવજીભાઈ પટેલ વિરુદ્ધ આરોપ લગાવીને ફરિયાદમાં જણાવ્યું છે કે યુવતી પોતે આદીવાસી હોવાનું હિરેન પટેલે જાણતો હતો. છતાં હિરેન પટેલે આદિવાસી યુવતીને લગ્ન કરવાની અને નોકરીની લાલચ આપી હતી. હિરેન પટેલે ધમકીઓ આપી અવાર નવાર યુવતીની મરજી વિરુદ્ધ વડોદરાની અલગ અલગ હોટેલમાં દુષ્કાર્મ કર્યું હતું, સાથે યુવતીને પ્રેમ સંબંધ રાખવા માનસિક ત્રાસ આપી દબાણ કર્યું હતું.

હિરેન પટેલ વિરુદ્ધ આદિવાસી યુવતીએ દુષ્કાર્મની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે બાબતે જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલે ભાજપના ઉપપ્રમુખ પદ પર થી તાત્કાલિક અસરથી દૂર કરી દેતા ભાજપ પ્રમુખે પાર્ટીની શિસ્તતા અને મહિલા રક્ષણની વાત દોહરાવી છે. 

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. 

%d bloggers like this: