સુરત- બિઝનેશ, મિ.રિપોર્ટર, ૩૦મી મે.
દેશમાં વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદી ફરી જોરદાર મતો અને બેઠકો સાથે ચુંટાઈને આવ્યા છે. NDA-2 ની સરકારમાં PM નરેન્દ્ર મોદી આજે સાંજે સાત વાગ્યા વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કરવા જઈ રહ્યાં છે. ત્યારે મોદીના ચાહક અને આઈસ્ક્રીમ પાર્લરના સંચાલકે લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને મળેલી ભવ્ય જીતને વધાવવા ખાસ મોદી સીતાફળ કુલ્ફી બનાવી છે. જે સોશિયલ મીડિયા પર વાઈરલ થતા જ લોકોમાં ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બની છે.
સુરતના પાર્લે પોઈંટ ખાતેના સરગમ શૉપિંગ સેન્ટરમાં કુલ્ફ્રીઝ-આઈસ્ક્રીમના વિવેક અજમેરા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મોટા ફેન છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપને મળેલી જીતને અનોખી રીતે વધાવવા માટે તેમને મોદી સીતાફળ કુલ્ફી બનાવી હતી.આ અંગે કુલ્ફ્રીઝના વિવેક અજમેરાએ જણાવ્યું હતું કે ‘મોદી સીતાફળ કુલ્ફી’ માટે 24 કલાકનો સમય લાગ્યો. 24 કલાક દરમિયાન 200 કુલ્ફી તેમને બનાવી હતી ત્યારે આઈસ્ક્રીમ ખરીદવા માટે પણ લોકોની પડાપડી જોવા મળી હતી. થોડા જ સમયમાં તમામ કુલ્ફીઓ વેચાઈ ગઈ હતી.