‘લકી ચેર અંગે ભારતીય જનતા પાર્ટીઓના નેતાઓનું કહેવું છે કે આ ખુરશી પાર્ટી માટે ખૂબ જ ભાગ્યશાળી છે કારણકે જ્યારે-જ્યારે નરેન્દ્ર મોદી આ ખુરશી પર બેઠા છે ત્યારે ભાજપા કાનપુરની આસપાસની સીટ જીત્યું છે અને સાથે ઉત્તરપ્રદેશમાં પાર્ટીને અભૂતપૂર્વ સફળતા મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 8 માર્ચની રેલી માટે ફરી એકવખત આ ખુરશીને સજાવવામાં આવી રહી છે. ભાજપાના નેતાઓ ઈચ્છે કે વડાપ્રધાન મોદી ફરી એકવખત આ ખુરશી પર બેસે અને ફરી એકવખત કેન્દ્રમાં મોદી સરકાર બને. મોદીજી આ ખુરશી પર બેઠા અને દેશના વડાપ્રધાન બની ગયા. આ કારણે બીજેપીએ આ ખુરશી તે ડીલર પાસેથી ખરીદી લીધી અને બીજેપી કાર્યાલયમાં કાચના એક બોક્સમાં આ ખુરશી રાખવામાં આવી છે અને આ ખુરશી આજે પણ ત્યાં સુરક્ષિત છે.