નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ અતુલ બેકરી 370 કલમની નાબુદી પર ઉજવશે : 370 સ્થળો પર 12 હજાર બાળકોને ફૂડ પેકેટ આપશે

નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ અતુલ બેકરી 370 કલમની નાબુદી પર ઉજવશે
Spread the love

વડોદરા- મિ.રિપોર્ટર, ૧૪મી સપ્ટેમ્બર. 

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ૧૭મી સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ છે. દર વર્ષની જેમ સુરતની જાણીતી અતુલ બેકરી દ્વારા સુરત અને વડોદરા બંને જગ્યાએ વડાપ્રધાનના કુપોષણ મુક્ત ભારતના સપનાના સમર્થનમાં તથા જમ્મુ – કાશ્મીર માંથી 370 કલમ નાબુદીના ઉમદા કાર્યના થિમ પર અનોખી ઉજવણીનું આયોજન કરાયુ છે.

સુરતની અતુલ બેકરી ૧૭મી સપ્ટેમ્બરના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ અતુલ્ય શક્તિ દિવસ તરીકે ઉજવે છે.  આ વખતે નરેન્દ્ર મોદી નો જન્મ દિવસ કુપોષણ મુક્ત ભારતના સપનાના સમર્થનમાં તથા જમ્મુ – કાશ્મીર માંથી 370 કલમ નાબુદી થીમ પર ઉજવાશે એમ જણાવતાં  અતુલ બેકરીના ડાયરેક્ટ અતુલ વેકરિયાએ જણાવ્યુ કે વડાપ્રધાનને હાલમાં જ કાશ્મીરમાંથી 370 કલમ હટાવીને અખંડ ભારતના દેશને દર્શન કરાવ્યા. આ સિદ્ધીને આવકારવા અને બિરદાવવા માટે સુરત અને વડોદરા બંને શહેરોના 370 આશ્રમ શાળા, આંગણવાડી અને ટ્રાયબલ એરીયાની શાળાઓની પસંદગી કરી 12,000 થી વધુ બાળકોને આયર્ન, ફાઈબર અને વિટામીન જેવા પોષક તત્વો વાળું કસ્ટમાઈઝ ન્યુટ્રીશન યુક્ત આહારના ફૂડપેકેટ વિતરણ કરવામાં આવશે. 

વડાપ્રધાનના કુપોષણ મુક્ત ભારતના એક સપના સમર્થનમાં અમે એક ડગલું માંડીશું તેમજ જમ્મુ – કાશ્મીર માંથી 370 ની કલમ નાબુદીના સમર્થનમાં પસંદ કરાયેલી 370 જગ્યાએ પોષણયુક્ત આહારનું ફૂડપેકેટ વિતરણ કરી જન્મદિન ની ઉજવણી કરવામાં આવશે. જ્યાં જ્યાં ફૂડપેકેટ વિતરણ થશે ત્યાં ત્યાં સ્વસ્થ શરીર અને સ્વચ્છતાના બેનર-પ્લેકાર્ડ લગાવી સ્વચ્છ ભારત અને ફિટ ઇન્ડિયાના સંદેશ નો પ્રચાર કરી તમામ નાગરિક સુધી પહોચાડવાનો પ્રયત્ન કરવામાં આવશે. એક સમયે, એક સાથે, એક જ દિવસે 370 સ્થળો પર આ કામ થશે. જે એક રેકોર્ડ હશે. અગાઉ પણ પાછલા ત્રણ વર્ષમાં કરાયેલી ઉજવણીની રેકોર્ડબૂકમાં નોંધ લેવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે,  17 સપ્ટેમ્બર 2016 થી અતુલીય શક્તિ દિવસની શરૃઆત કરવામાં આવી હતી. વર્ષ 2016માં 3750 કીલોગ્રામની કેક બનાવીને 35000 લોકોને ખવડાવવામાં આવી હતી. આ રેકોર્ડને ગિનીશબૂકમાં સ્થાન મળ્યુ હતું. વર્ષ 2017માં વડાપ્રધાનાં 68માં જન્મદિને 68 ફૂટ લાંબી અને 680 કીલોની કેક બનાવાઇ હતી અને દિવ્યાંગ બાળકોએ આ કેક કાપી હતી. આ સાથે કૈલાશ ખેર મ્યુઝિકલ કાર્યક્રમ પણ હતો. વર્ષ 2018માં 17 સપ્ટેમ્બરે જન્મેલા ભારતભરના લોકોનું રજીસ્ટ્રેશન કરાવ્યુ હતું. જેમાં એક જગ્યાએ એક સમયે 711 લોકોનો બર્થ ડે મનાવીને એક અનોખી રીતે લાર્જેસ્ટ બર્થડે ગેધરિંગ દ્વારા વડાપ્રધાનની જન્મદિનની ઉજવણી થઇ હતી. આ ઇવેન્ટને પણ રેકોર્ડબૂકમાં સ્થાન મળ્યુ હતું. હવે 2019ની ઇવેન્ટને પણ રેકોર્ડબૂકમાં સ્થાન મળશે એવો કંપનીને વિશ્વાસ છે.