પુલવામામાં ભારતીય સેના પર કાયરતા થી હુમલો કરનારા આતંકવાદીઓ ગમે ત્યાં ભલે છૂપાય જાય, સજા તો ભોગવવી જ પડશે : નરેન્દ્ર મોદી

Spread the love

મહારાષ્ટ્ર-યવતમાલ, મિ.રિપોર્ટર, ૧૬મી ફેબ્રુઆરી.

પુલવામામાં ભારતીય સેના પર કાયરતાથી હુમલો કરનારા આતંકવાદીઓના કૃત્યો સામે દેશના લોકોનો ગુસ્સો  અને આક્રોશ હું સમજી શકું છુ. પુલવામાના શહિદોનું બલિદાન વ્યર્થ નહીં જાય. આતંકવાદી સંગઠનો અને તેના આકાઓએ જે અપરાધ કર્યો છે તેની સજા તો ભોગવવી જ પડશે એમ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના યવતમાલ શહેરમાં  વિકાસ કાર્યક્રમોનું ખાતમૂહુર્ત કર્યા બાદ આયોજીત રેલીને સંબોધીત કરતા  જણાવ્યું હતું. 

નરેન્દ્ર મોદીએ રેલીને સંબોધતા વધુમાં જણાવ્યું હતું કે, આપણા સુરક્ષા દળોની શક્તિ વિશે ગર્વ અનુભવીએ છીએ. સૈનિકો અને ખાસ કરીને સીઆરપીએફમાં જે ગુસ્સો છે તે દેશ સમજી શકે છે અને તેથી જ સુરક્ષા દળોને ખુલ્લી છૂટ આપવામાં આવી છે.  મહારાષ્ટ્રના બે શકિતશાળી નાયકોએ પણ દેશની સેવા કરતી વખતે પુલવામામાં પોતાનું જીવન બલિદાન આપ્યું છે. જે કુટુંબીજનો પોતાના ગુમાવ્યાં છે, તેમના પીડાને હું સારી રીતે અનુભવી શકું છું. તેમની પાસે બધી સંવેદનાઓ છે.

તેમણે કહ્યું કે હું દેશને ફરી એકવાર ખાતરી આપું છું કે તમારા સૈનિકો પર વિશ્વાસ કરો. પુલવામાના ગુનેગારને ક્યાં સજા થશે, કઈ રીતે આપવામાં આવશે, ક્યારે આપવામાં આવશે, કોણ આપશે, તે કયા પ્રકારની સજા આપશે, તે આપણા જવાનો જ નક્કી કરશે.