નરેન્દ્ર મોદી પક્ષ માટે સભા ગજવી રહ્યા છે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ચૂંટણી પ્રચારમાં ઉદાસીન : ડો. સંબિત પાત્રા

www.mrreporter.in

વડોદરા-રાજનીતિ , મી. રિપોર્ટર,  ધીરજ ઠાકોર, 24મી નવેમ્બર.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે દરેક પક્ષ એકબીજા પર આક્ષેપો વધુ તેજ કરી રહ્યા છે. આજે  વડોદરા ખાતે ચૂંટણી પ્રચારના ભાગરૂપે આવેલા ભાજપાના રાષ્ટ્રીય પ્રવક્તા ડો. સંબિત પાત્રાએ કોંગ્રેસને આડે હાથ લેતા જણાવ્યું હતું કે, સોનીયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ચૂંટણીમાં પોતાના પક્ષ માટે કોઇ મહેનત કરવા માંગતા નથી અને તેથી જ તેઓ કોઈ કેમ્પેઇન ચલાવતા નથી એમ સીધો આક્ષેપ કરીને આકરી ઝાટકણીકાઢી હતી. 

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8

તેમણે પોતાના વિરોધીઓ પર પ્રહાર કરતા વધુમાં જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી દેશના વડપ્રધાન હોવા છતાં પણ  પોતાના પક્ષ માટે વડાપ્રધાન સતત ગુજરાતમાં પ્રવાસ ખેડી રહ્યા છે. અને જંગી જાહેર સભાઓને સંબોધી રહ્યા છે. બીજી બાજુ કોંગ્રેસના કોઇ દિગ્ગજ નેતા જેવા કે, સોનીયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાધી સહિતના નેતાઓ પ્રચારમાંથી ગાયબ છે.

ભાજપાના રાષ્ટ્રીય પ્રવક્તા ડો. સંબિત પાત્રાએ પત્રકાર પરિષદમાં વધુમાં શું કહ્યું તે જુઓ……

વડોદરા ખાતે ભાજપાના રાષ્ટ્રીય પ્રવક્તા ડો. સંબિત પાત્રાની યોજાયેલી પત્રકાર પરિષદમાં શહેર ભાજપા પ્રમુખ ડો. વિજય શાહ તેમજ ભાજપા અગ્રણીઓ ડો. જ્યોતિબહેન પંડ્યા, સત્યેન કુલાબકર, મુકેશ દિક્ષીત, સંજીવ પંચોલી તેમજ હર્ષદ પરમાર (વકીલ) વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply