નરેન્દ્ર મોદી સરકાર ભારતને ઈસ્લામિક દેશ થવાથી બચાવેઃ HC જસ્ટિસ એસ આર સેન

મી.રિપોર્ટર, ૧૩મી ડીસેમ્બર. 

કોઈ ભારતને ઈસ્લામિક દેશ બનાવવાની કોશિશ ના કરે. જો આ ઈસ્લામિક દેશ થઈ ગયો, તો ભારત અને દુનિયામાં મુશ્કેલીઓ આવી પડશે. મને આનો સંપૂર્ણ વિશ્વાસ છે કે મોદી સરકાર આ મામલાની ગંભીરતાને સમજશે અને જરુરી પગલા ઉઠાવશે અને અમારા મુખ્યમંત્રી મમતાજી રાષ્ટ્રહિતમાં તમામ પ્રકારના સમર્થન કરશે તેમ મેઘાલય હાઈકોર્ટના જસ્ટિસ એસ આર સેને એક કેસની સુનાવણી દરમિયાન  નિવેદનો કર્યા.  હાઈકોર્ટના જસ્ટિસ એસ આર સેને વધુમાં રકારને વિનંતિ કરીને જણાવ્યું હતું કે,  તેઓ ભારતમાં ક્યાંથી પણ આવીને વસેલા હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી, ઈસાઈ, ખાસી, જયંતિયા અને ગારો સમુદાયના લોકોને ભારતના નાગરિક જાહેર કરે.

જસ્ટિસ એસ આર સેને પોતાની અપીલમાં એ વધુમાં જણાવ્યું હતું કે,  ભવિષ્યમાં આ સમુદાયોના જે લોકો ભારત આવે, તેમણે પણ ભારતીય નાગરિક માનવામાં આવે. તેમણે એ પણ કહ્યું કે ભારતમાં વસતા શાંતિપ્રિય મુસલમાનો વિરુદ્ધમાં નથી. જજ સેનના જણાવ્યા પ્રમાણે, હું મારા એ મુસલમાન ભાઈઓ અને બહેનોની વિરુદ્ધમાં નથી, જેઓ ભારતમાં ઘણી પેઢીઓથી વસવાટ કરી રહ્યા છે અને અહીંના કાયદાનું પાલન કરી રહ્યા છે. તેમને અહીં શાંતિથી રહેવા દેવામાં આવે. જોકે, તેમણે સરકારને એ સુનિશ્ચિત કરવા માટે તમામ ભારતીય માટે એકસમાન કાયદો બનાવવાનો અનુરોધ કરવો જોઈએ, જેથી તેમના પર દેશના કાયદા અને બંધારણને પાલન કરવાની જવાબદારી હોય.

જજ સેને કહ્યું- ભારતમાં કાયદો અને બંધારણનો વિરોધ કરનારા કોઈ પણ શખસને ભારતીય નાગરિક ના માનવા જોઈએ. આપણે ના ભૂલવું જોઈએ કે આપણે પહેલા ભારતીય છીએ અને પછી સારા વ્યક્તિ. જે સમુદાયથી આપણે સંબંધ રાખીએ છીએ, તે તેના પછી આવે છે. સામાન્ય રીતે કંઝર્વેટિવ માનવામાં આવનારા કાયદાવિદોના સમુદાયોમાં ન્યાયમૂર્તિ સેનાના આ નિવેદનથી ભૂકંપ આવી જશે. 

Leave a Reply