મિ.રિપોર્ટર, ૧૮મી ફેબ્રુઆરી. 

આજના આધુનિક યુગમાં મોટાભાગની ગૃહિણીઓ નોકરી અથવા પાર્ટટાઈમમાં બિઝનેશ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતી હોય છે. એમાય નોકરીયાત સ્ત્રીને નોકરીનો સમય અને ઘરકામ ના ટાઈમને પણ   એક સાથે મેનેજ કરવાના હોય છે. પરંતુ રોજિંદા કામકાજમાં વધારે પડતો સમય જવાના કારણે  સ્ત્રીઓ ટાઈમ મેનેજમેન્ટ યોગ્ય રીતે કરી શકતી નથી. મોટાભાગની સ્ત્રોઓ નો સમય તો  વાસણ અને કપડાં ધોવામાં જ  પસાર થઇ જાય છે. આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે નોકરિયાત સ્ત્રીઓ વોશિંગ મશીન ખરીદીને એક કામ નો સમય બચાવી લે છે. પણ હજુપણ  મોટાભાગની સ્ત્રીઓ વોશિંગ મશીન ખરીદી શકે તેવી સ્થિતિમાં હોતી નથી તેમની હાલત કફોડી બની જાય છે. 

જોકે હવે સ્ત્રીઓને ભારે અને મોઘા વોશિગ મશીન ખરીદવામાંથી છુટકારો આપે અને કપડા પણ ઝડપથી ધોઈ આપે તેવી એક વસ્તુ બજારમાં આવી છે. હવે બજારમાં હેન્ડી વોશિંગ મશીન આવી ગયા છે. જે માત્ર એક ડોલમાં મૂકતા જ તેને વોશિંગ મશીન બનાવી દેશે. આ મશીન ઓછી મહેનત અને સમયમાં કપડાં ધોઈ આપે છે. જેના કારણે મહિલાઓનો ઘણો સમય બચી શકે છે. માર્કેટમાં 2000 રૂપિયાથી લઈને 3000 રૂપિયાની કિંમતમાં મળતા આ હેન્ડી વોશિંગ મશીન માત્ર થોડી જ મિનિટોમાં બધા પકડાને ધોઈ નાખશે. ઉપરાંત આ હેન્ડી વોશિંગ મશીનના કેટલાક મોડલમાં ટાઈમિંગનું ઓપ્શન પણ મળે છે, જેની મદદથી તમે ટાઈમ સેટ કરીને એકવાર મૂકી દીધા બાદ અન્ય કામ પણ તેની સાથે કરી શકો છો….જુઓ…વિડીયો…..

 

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: