સુરતની નાડકર્ણી ગ્રૂપ ઓફ હોસ્પિટલ્સે વડોદરામાં વિશ્વસ્તરીય IVF ટ્રીટમેન્ટ આપવા નિમાયા હોસ્પિટલ શરુ કરી

www.mrreporter.in

વાર્ષિક  રૂપિયા 2 લાખ થી ઓછી આવક ધરાવતી મહિલા અને તેમના પરિવાર ને 50 ટકા દરે IVF ટ્રીટમેન્ટ અપાય છે : ડો. પૂજા નાડકર્ણી સિંહ

હેલ્થ-વડોદરા, ૩જી ફેબ્રુઆરી

ગુજરાતના પ્રતિષ્ઠિત હેલ્થકેર સમૂહ નાડકર્ણી ગ્રૂપ ઓફ હોસ્પિટલ્સ અને 21 સેન્ચ્યુરી ગ્રૂપ ઓફ હોસ્પિટલ્સના સંયુક્ત ઉપક્રમે વડોદરા શહેરમાં મહિલાઓને વિશ્વસ્તરીય આઇવીએફ ટ્રીટમેન્ટ તથા ગુણવત્તાયુક્ત હેલ્થકેર સેવાઓ પ્રદાન કરવાના ઉદ્દેશ્ય સાથે નિમાયા હોસ્પિટલ શરૂ કરવાની જાહેરાત કરી છે.

હેલ્થકેર ક્ષેત્રે અગ્રેસર આ બંન્ને સમૂહ મહિલાઓના આરોગ્ય સંભાળ બાબતે વિશેષ કરીને દક્ષિણ ગુજરાતમાં જાણીતા છે. આ પહેલાં વડોદરાની મહિલાઓને વંધ્યત્વ સહિતની સમસ્યાઓની સચોટ સારવાર માટે સુરત અથવા અમદાવાદ જવાની ફરજ પડતી હતી, પરંતુ હવે વડોદરામાં જ નિમાયા હોસ્ટિપલના પ્રારંભથી વંધ્યત્વથી પીડાતા દર્દીઓ માટે ઘરની નજીક જ બેસ્ટ ટ્રીટમેન્ટની એક્સેસ ઉપલબ્ધ બની છે.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8

આ પ્રસંગે હોસ્પિટલ સંચાલક અને આઇવીએફ સ્પેશિયાલિસ્ટ ડો. પૂજા નાડકર્ણી સિંહ તથા  ડો. યુવરાજસિંહ જાડેજા એ મીડિયા સાથે વાતચીત કરતાં  જણાવ્યું હતું કે, “ગુજરાતની સંસ્કારી નગરી વડોદરામાં મહિલા કેન્દ્રિત હોસ્પિટલ નિમાયાનો પ્રારંભ કરતાં અમે ખુશી અનુભવીએ છીએ. છેલ્લાં કેટલાંક સમયમાં મહિલાઓના આરોગ્ય અને સુખાકારી પ્રત્યેના અભિગમમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે અને સમાજમાં જાગૃતિને કારણે વધુ મહિલાઓ તેમની વંધ્યત્વ સહિતની સમસ્યાઓ માટે નિષ્ણાંત ડોક્ટર્સની સલાહ લેવા અંગે સજાગ બની છે. અમારું માનવું છે કે આધુનિક વિશ્વ સર્વસમાવેશક હોવું જોઇએ અને અમને આશા છે કે નિમાયા હોસ્પિટલ મારફતે અમે સમાજના દરેક વર્ગોને ગુણવત્તાયુક્ત મેડિકલ કેર પૂરી પાડવા માટે સક્ષમ બનીશું.”

આ અત્યાધુનિક હોસ્પિટલમાં મહિલાઓને ઓબ્સ્ટેટ્રિક્સ એન્ડ હાઇ-રિસ્ક પ્રેગનન્સી, ફિમેલ કેન્સર્સ (ઓન્કોલોજી), એન્ડોસ્કોપી એન્ડ મિનિમલ ઇન્વેઝિવ સર્જરી, એડોલસન્ટ હેલ્થ, રિપ્રોડક્ટિવ હેલ્થ અને આઇવીએફ, ન્યુટ્રિશન, એન્ટીનેટલ અને પોસ્ટનેટલ કેર, કોસ્મેટિક સર્જરી, પિડિયાટ્રિક્સ અને ન્યુબોર્ન કેર, ઓબેસિટી અને વેઇટ લોસ પ્રોગ્રામ તથા જટિલ કેસો માટે ઇન્ટેન્સિવ કેર યુનિટ સહિતની સુવિધાઓ ખૂબજ વાજબી કિંમતે ઓફર કરવામાં આવશે.

આઇવીએફ સ્પેશિયાલિસ્ટ ડો. પૂજા નાડકર્ણી સિંહ, ડો. યુવરાજસિંહ જાડેજા અને ડો. પ્રભાકર સિંહ સહિતના ડોક્ટર્સની અનુભવી અને નિષ્ણાંત ટીમ સાથે હોસ્પિટલમાં તમામ પ્રકારની આધુનિક અને રોબોટિક ટેક્નોલોજીથી સજ્જ છે, જેના કારણે મહિલા દર્દીઓને એક જ સ્થળે તેમની જરૂરિયાત મૂજબની તમામ સારવાર ઓફર કરી શકાશે.

મહત્વપૂર્ણ છે કે નાડકર્ણી ગ્રૂપ ઓફ હોસ્પિટલ્સ ગુણવત્તાયુક્ત સારવાર પ્રદાન કરવા માટે હંમેશાથી કટીબદ્ધ રહ્યું છે અને અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં મહિલાઓના નિષ્ણાંત ડોક્ટર્સની સલાહથી સકારાત્મક પરિવર્તન આવ્યું છે. સમૂહની વડોદરામાં પ્રથમ અને ગુજરાતમાં આઠમી હોસ્પિટલ છે. આ સમૂહ સુરત, વાપી, વલસાડ અને કિલા પારડીમાં પહેલેથી જ હેલ્થકેર સેવાઓ પ્રદાન કરી રહ્યું છે. 21 સેન્ચ્યુરી ગ્રૂપ સુરતમાં 15 વર્ષથી કાર્યરત છે અને અત્યાર સુધીમાં તેમણે સફળતાપૂર્વક 14,000 ટેસ્ટ ટ્યુબ બેબી ટ્રીટમેન્ટ કરી છે.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply