ક્રાઇમ -સુરત, મી.રિપોર્ટર, 2જી જાન્યુઆરી.
પોતાના પ્રેમી સાથે ન્યૂ યરનું સેલિબ્રેશન કરવા ગયેલી 22 વર્ષીય યુવતીનું હોટેલના રુમમાં જ રહસ્યમય મોત નીપજ્યું છે. યુવતીને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. મૃતક યુવતીનું પીએમ કરાવી પોલીસે તેના મોતનું સાચું કારણ જાણવાની તજવીજ હાથ ધરાઈ છે.
અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS
તન્વી ભાદાણી નામની માર્કેટિંગનું કામ કરતી યુવતી કતારગામ વિસ્તારમાં રહે છે. તન્વી છેલ્લા કેટલાય સમયથી પંકજ ગોહિલ નામના એક યુવક સાથે રિલેશનમાં હતી. તન્વીના આ સંબંધની તેના પરિવારને જાણ હતી. તન્વી પંકજ સાથે ન્યૂ યર મનાવવા જાઉં છું તેમ કહીને ઘરેથી નીકળી હતી. તન્વી અને તેનો પ્રેમી નવા વર્ષના સેલિબ્રેશન માટે પીપલોદ વિસ્તારમાં આવેલી એક હોટેલમાં રોકાયાં હતાં.
જોકે, રાત હોટેલમાં પસાર કર્યા બાદ સવારે તન્વી ઉઠી જ નહોતી. જેથી તેના પંકજે તન્વીના પરિવારને આ અંગે ફોન કરીને જાણ કરી હતી અને તેને 108 બોલાવીને સિવિલ હોસ્પિટલ લઈ જવાઈ હતી. જ્યાં ડોક્ટરોએ તપાસીને તન્વી મૃત્યુ પામી હોવાનું નિદાન કર્યું હતું. તન્વીના અચાનક મોતથી તેના પરિવારના માથે આભ તૂટી પડ્યું છે. તેના પિતા દિલિપ ભાદાણી ડાયમંડ ઈન્ડસ્ટ્રીના સ્પેરપાર્ટ્સની દુકાન ધરાવે છે.
આપને આ ન્યુઝ – સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.