તનુશ્રી ના શરીરની મન-મોહકતા સામે મારી પત્ની ભલે થોડી ફીકી છે, પણ તેના સમર્પણ ને તનુશ્રી ક્યારેય જીતી ના શકે…

Spread the love

(અંક ૩ માં તમે વાચ્યું .... હું ત્રીજા દિવસે ફરી તનુશ્રી ને મળ્યો તે દરમ્યાન વાતો કરતા અનાયસે તેના ભૂતકાળ વિશે મારાથી પુછાઈ ગયું તેને (તનુશ્રી એ) જવાબ માં કહ્યું કે મારા લગ્ન થઇ ગયા છે પણ અમે સાથે રહેતા નથી અને તેથી વધુ મને કઈ પણ પૂછવાની સ્પષ્ટ ના પડી. ભૂતકાળ ની નીકળેલી વાત થી તે થોડી વીચલીત થઇ એટલે તેનો મૂડ સારો કરવા મેં સહજ પૂછ્યું કે કોઈ સારી જગ્યા છે નજીક માં જ્યાં ફરવા સાથે જઈ શકાય? અને તેને હા પડી અને અમે નજીક ના એક બીચ પર ત્યાર પછી ના દિવસે જવાનું નક્કી કર્યું એટલે હું બીજા દિવસે સવારે કોલેજ નું કામ પતાવી, બીચ પર જવાનું હોવાથી તનુશ્રી ને લેવા કેન્ટીન જવા નીકળ્યો. અને રસ્તા માં મારી પત્ની, રેખા નો ફોન આવ્યો ને જાણે તેના અવાજે મારી આંખો ખોલી દીધી. તેના એક ફોને મને અહેસાસ કરાવી દિધો કે હું ક્યાં ખોટા રસ્તે જઈ રહ્યો છું. હવે આગળ.)

રેખાએ જેવો ફોન મુક્યો મારા મન માં ધમાસાણ મચી ગયું. મારા મનમાં અપરાધ ભાવ આવવા લાગ્યો. મને મારી જાત પર ગુસ્સો પણ આવવા લાગ્યો. મને થયું આ કયા રસ્તે જઈ રહ્યો છું હું ????? ગુસ્સા અને અપરાધ ભાવ વચ્ચે વિચારવા લાગ્યો કે આપણે સમાન્ય રીતે લોકો પાસે થી હંમેશા સાદગી, પ્રમાણિકતા, પ્રેમ, લાગણી ની અપેક્ષા કરીએ અને જયારે કોઈની પાસે થી સહજતા થી મળે ત્યારે તેમની સાથે રમત રમતા એક ક્ષણ પણ ચુકતા નથી. ‘

શું તનુશ્રી ની કાયા ની સુંદરતા, મોહકતા એટલી બધી છે કે તેની સામે મારી પત્ની નો સહજ પ્રેમ, તેની સાચી લાગણી અને પ્રમાણિકતા મને દેખાય જ નહી ???’ ભલે તનુશ્રી ના શરીર ની મન-મોહકતા સામે મારી પત્ની ભલે થોડી ફીકી છે પણ તેના સમર્પણ ને તનુશ્રી ક્યારેય જીતી ના શકે…..અને …. નાં જ જીતી શકે!! મારી આખો ખુલી ગઈ હતી. ભલે તનુશ્રી અપાર સુંદર હતી પણ મારી પત્ની ના અમુલ્ય સદગુણો સામે તેની કોઈજ કિમત ન હતી. અને આ દુનિયા માં આવી બહુજ દુખિયારી સ્ત્રીઓ ફરે છે, શું બધાને આશ્વાસન આપવાનું કામ મારું છે???? ક્યારેય નહી…. તેનું જે થવાનું હોય તે થાય.

બસ મેં મારા દિલની વાત સાંભળી તરતજ યુ ટર્ન લીધો અને ગેસ્ટ હાઉસ તરફ વળ્યો. બસ મને હવે સીધું ઘરે જવું હતું. મને મારું ઘર….. મારી પત્ની…. અને… મારું બાળક આંખ સામે દેખાતું હતું…. મને એ દિવસો યાદ આવી ગયા જયારે ઓફીસ માં મારું સર જોડે બનતું ન હતું ત્યારે મારા અઘરા દિવસો રેખા એ કાઢ્યા હતા. તે જ મારી સાથે હતી. અને…. આજે હું સ્વાર્થી થઇ ગયો હતો. મેં મનો મન નક્કી કર્યું આવી ભૂલ ક્યારેય નહિ કરું….. એક ક્ષણ માટે પણ નહિ.

રાત્રે હું ઘરે પહોચ્યો. રેખા બાલ્કની માં મારી રાહ જોતી હતી મને દુરથી આવતો જોઈ તરતજ નીચે દોડતી આવી દરવાજો ખોલ્યો મને વળગી પડી. તેનો પ્રેમ જોઈ મારી આંખો માંથી પાણી બે રોક-ટોક નીકળવા લાગ્યા. મારી ભીની આંખો જોઈ રેખા બોલી :”જોયું ?? મારા વગર ના રહેવાયું ને ????? “

મારી નજર નીચી જ રહી ગઈ, મને અપરાધ ભાવના તો હતી પણ જવાબ માં મેં તેને કીધું :” ખરી વાત, તારા વગર નહિ રહેવાયું અને કદી નહિ રહેવાય“

(તેના પ્રેમ ની બરોબરી માં હું બહુજ નીચે જતો હોય તેમ મને લાગ્યું પણ સાથે મેં પોતાની જાતને ખોટા રસ્તે જવાનું માંડી વળ્યા નો ટેકો હતો નહીતો હું કયારેય પોતાની નજર માં પડી ગયો હોત. )

તેને તરતજ મારી પાસે થી બેગ લઇ લીધી અને અંદર ગઈ અને હું ધીરેથી બેડ રૂમ માં ગયો અને અરીસા સામે ઉભો રહ્યો… ઉભો રહ્યો… મારો ચહેરો જોતો રહ્યો.. અને છેલ્લે મેં મારી જાતને જ ને કહ્યું …..બસ આ છેલ્લો મોકો છે … ફરી એક ભૂલ … એટલે તું સમાપ્ત…

પછી મારી નજર મારા બેઠા બેઠા ચિત્ર કાઢતા બાળક પર પડી, હું તેની આંગળી પકડી બહાર ના રૂમ માં લઇ આવ્યો. અમે બંને સોફા પર બેઠા અને ત્યાતો તેને મને છેલ્લા ચાર દિવસ શું શું કર્યું તે કહેવા નું ચાલુ કરી દીધું … પ્લે સ્કુલ માં તેને શુ શું કર્યું…. ક્યાં ક્યાં ગયો… કેટલી મસ્તી કરી… તોફાન કર્યા…. મમ્મી ની ફરિયાદ વિગેરે….વિગેરે તેને મને જયારે બધુજ કહી દીધું… પછી તેને એક સવાલ કર્યો :”પાપા, તમે છેલ્લા ચાર દિવસ તમે શું કર્યું??????”

  • વાંચકો આપને આ સ્ટોરી કેવી લાગી ? આપ જો કોઈ કોમેન્ટ કરવા માંગતા હોય તો Leave a Reply માં જઈને કોમેન્ટ કરી શકશો. આ ઉપરાંત તમે અમારા whatsup no 7016252600 પર કોમેન્ટ કરીને જણાવી શકો છો.