મારી શું ભૂલ થઇ ગઈ કે તે અમને આવી સજા આપી ????” આકાંક્ષા ના પાપા એ હાથ જોડી ને પૂછ્યું…..

Spread the love

એપિસોડ -34

(હવે થી માત્ર દર ગુરુવારે )

લેખિકા : ભૂમિકા બારોટ 

(એપિસોડ -33: તમે પાછલાં અંકમાં વાચ્યું.. આકાંક્ષા ની આવી હાલત જોઈ ને હર્ષ, આકાંક્ષા ના પાપા અને એની મમ્મી હેરાન થતા હતા. આ બધા વચ્ચે હર્ષ પોતાની લાગણીઓ છુપાવીને બેઠો હતો. એવા માં એમ્બ્યુલન્સ આવી અને આકાંક્ષા ને હોસ્પિટલ લઈ ગયા. આકાંક્ષા ના માં-બાપ દયનિય હાલત માં હતા અને હર્ષ પોતાની લાગણીઓ પર કાબુ રાખીને બધું સાચવતો હતો. આવા સમયે હર્ષ ને અહેસાસ થાય છે કે એને આકાંક્ષા ની સામે પોતાનો પ્રેમ જણાવી દેવો જોઈતો હતો, તો કદાચ આકાંક્ષા આ પગલું ના ભરત……. હવે આકાંક્ષા હોશ માં આવે એટલે પહેલા એ એને આ વાત જણાવી દેશે.ત્યાં જ ડોક્ટર આવે છે. )

” ડોક્ટર…. આકાંક્ષા ઠીક છે ને ?????” હર્ષે ડોક્ટર ને પૂછ્યું.

” યસ….. હવે એ હવે ખતરા ની બહાર છે. પણ ૩- 4 કલાક પછી હોશ આવશે …..તમે એની સાથે બેસી શકો છો ” ડોક્ટરે જવાબ આપ્યો.

આકાંક્ષા ના પાપા કઈ જ બોલ્યા વગર બંને હાથ જોડીને ડોક્ટર નો પાડ માન્યો. અને પછી પોતાની દીકરી ની સામે જઈ ને બેસી ગયા.

અને હર્ષ એમની બાજુ માં ઉભો હતો અને એમને સાંત્વના આપી રહ્યો હતો. એટલામા આકાંક્ષા ની મમ્મી હોસ્પિટલ ના મંદિર થી આવી. એમના હાથ માં પૂજા ની થાળી હતી જેમાં જ્યોત, ફૂલ અને પ્રસાદ હતા. દીવાના જ્યોત પર હાથ રાખી ને આકાંક્ષા ના માથા પર હાથ રાખ્યો. અને આંખો માં આંસુ સાથે બોલ્યા ….

” મારી દીકરી ને જલ્દી સાજી કરી દે ઈશ્વર ……”

“અરે આંટી …..ચિંતા ના કરો આ તો આપડી સિંહણ છે ….હમણાં કલાક માં ગર્જવા લાગશે……” હર્ષ પોતાના આંસુ છુપાવી ને આકાંક્ષાની મમ્મી ને સમજાવવા લાગ્યો.

ઘડિયાળ ના કાંટા ફરતા હતા અને બીજી બાજુ આ ત્રણ જણ ની દિલ ની ધડકન તેજ થતી હતી. ……આકાંક્ષા ને હોશ આવે એ પહેલા ની એક એક સેકન્ડ આ બધા માટે પહાડ જેવી હતી. ….. રૂમ માં સન્નાટો હતો. …. આકાંક્ષા ના બેડ ની બાજુ માં મુકેલા મશીનો માંથી બીપ. ……બીપ. …..બીપ. … ના અવાજ આવી રહ્યા હતા.અને બધા ની નજર આકાંક્ષા પર હતી …….જેમ તેમ કલાક બે કલાક નીકળ્યા……ત્યાં આકાંક્ષા નો હાથ પકડી ને બેઠેલા એના પાપા ને લાગ્યું કે આકાંક્ષા એ કોઈ હરકત કરી હોય…..

” અરે હર્ષ……આકાંક્ષા ના મમ્મી……આકાંક્ષા ને હોશ આવે છે એવું લાગે છે …..” આકાંક્ષા ના પાપા એ હરખ સાથે કહ્યું.

” હા… અંકલ…. હું ડોકટર ને બોલાવી લાવું…..” હર્ષે ઉતાવળા અવાજે કહ્યું અને દોડતો ડોક્ટર ના કેબીન તરફ ભાગ્યો.

ડોક્ટર ના આવ્યા પછી એમને ચેક કરી ને કહ્યું, ” હવે કોઈ ચિંતા ની વાત નથી.

” આકાંક્ષા વાત કર દીકરા…….. ” આકાંક્ષા ના પાપા રડતા રડતા બોલ્યા.

” અરે અંકલ એને હમણાં આરામ કરવા દો ……” હર્ષે કહ્યું.

” પાપા ……..પાપા …..મ….મ…..મને માફ કરી દો.” આકાંક્ષા એ આંખ ખુલતા ની સાથે જ કહ્યું.

” અરે દિકરા પણ એવી તો મારી શું ભૂલ થઇ ગઈ કે તે અમને આવી સજા આપી ????” આકાંક્ષા ના પાપા એ હાથ જોડી ને પૂછ્યું.

 

  •  આપ જો કોઈ કોમેન્ટ કરવા માંગતા હોય તો Leave a Reply માં જઈને કોમેન્ટ કરી શકશો. આ ઉપરાંત તમે અમારા whatsup no 7016252600 પર કોમેન્ટ કરીને જણાવી શકો છો.
  • જો તમને અમારી પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો. આ ઉપરાંત તમે અમારી Youtube ચેનલ પર જઈને સમાચાર પણ જોઈ શકો છો. ઝડપથી સમાચાર મેળવા માટે આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mr.Reporter ની એપ ડાઉનલોડ કરો.