સોશિયલ મીડિયા પર મોદી સરકાર અને પત્રકાર-મીડિયા વિશે ભડકાઉ ભાષણો આપનારા એક્ટર એજાઝ ખાનની મુંબઈ પોલીસે કરી ધરપકડ

Spread the love

બોલીવુડ- મિ.રિપોર્ટર, ૧૮મી એપ્રિલ. 

બોલીવુડમાં પોતાની એક્ટિંગ કરતા પોતાના વિવાદાસ્પદ નિવેદનો માટે જાણીતા એક્ટર એજાઝ ખાન ને  સોશિયલ મીડિયા પર ભડકાઉ ભાષણ આપવાનું ભારે પડ્યું છે. તબલીગી જમાતનું નામ કોરોના વાઈરસ ફેલાવવામાં નામ બહાર આવતા જ એજાઝ ખાન ને  સોશિયલ મીડિયા પર ભડકાઉ ભાષણ આપી ને હિન્દુઓ અને મોદી સરકાર તેમજ મીડિયાને ગાળો ભાંડવાનું ચાલુ કર્યું હતું. તેની આ હરકત હવે તેને ભારે પડી છે. સોશિયલ મીડિયા પર ભડકાઉ ભાષણ આપવા બદલ  મુંબઈ પોલીસે તેની શનિવારનાં ધરપકડ કરી છે. એજાઝ ખાનની વિરુદ્ધ ખાર પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 153A, 117, 121, 188, 501, 504, 505 (2) અંતર્ગત કેસ નોંધાયા છે.

લાઇવ વિડીયોમાં આપ્યું હતુ ભડકાઉ નિવેદન

ઉલ્લેખનીય છે કે ગુરુવારનાં એજાઝ ખાને એક ફેસબૂક લાઇવ કર્યું હતુ. આ વિડીયોમાં તેણે અનેક સાંપ્રદાયિક વાતો કહી હતી અને ભાવનાઓને ભડકાવવાનું કામ કર્યું હતુ. એજાઝ ખાને વિડીયોમાં કહ્યું હતુ કે, “કીડી મરી જાય મુસલમાન જવાબદાર, હાથી મરી જાય મુસલમાન જવાબદાર, દિલ્હીમાં ભૂકંપ આવી જાય મુસલમાન જવાબદાર, પરંતુ ક્યારેય તમે વિચાર્યું છે કે આની પાછળ કોનું ષડયંત્ર હોય છે?”

આ ઉપરાંત એજાઝ ખાને ત્યાં સુધી કહી દીધું કે જે લોકો આવા ષડયંત્ર કરે છે તેમને કોરોના થઈ જાય. એજાઝ ખાનનો વિવાદાસ્પદ વિડીયો ઘણો જ વાયરલ થયો હતો અને અનેક લોકોએ તેને ભડકાઉ નિવેદન આપવાને લઇને આડાહાથે લીધો હતો. સોશિયલ મીડિયા પર #ArrestAzazKhan ટ્રેન્ડ કરી રહ્યું હતુ. હવે મુંબઈ પોલીસે કેસની ગંભીરતા સમજતા એજાઝ ખાનની ધરપકડ કરી છે અને તેની પુછપરછ કરવામાં આવી રહી છે.

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.