વડોદરા, મિ.રિપોર્ટર, ૨૪મી જાન્યુઆરી.
જમ્મુ અને કશ્મીરમાં થયેલાં કઠુઆ કાંડમાં કોર્ટે હિંદુ મંદિરમાં કોઈપણ પ્રકારનો બળત્કાર થયો નથી. આ એક ષડયંત્ર હતું તેવો ચુકાદો આપ્યો હોવા છતાં પણ મ.સ. યુનિ.માં હ્યુમન ચેઈન બનાવી વિરોધ પ્રદર્શિત કરનારા સોશિયલ વર્ક ફેકલ્ટીમાં પ્રા. મગન પરમારને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાની માંગ યુનિ.માં સત્તાધારી પક્ષના વિરોધી જૂથના અને RSS-સંધ સાથે સંકળાયેલા સંકલન સમિતિના સેનેટ સભ્યોએ કરી છે.
એમ.એસ.યુનિવર્સીટીના વીસી પ્રો.પરિમલ વ્યાસ સામે ખુલ્લેઆમ બાયો ચઢાવીને જંગ શરુ કરનારા સંકલન સમિતિના સેનેટ સભ્યો હસમુખ વાઘેલા, વ્રજેશ પટેલ, સંજય જયસ્વાલ, અશોક પંડ્યા, ડો. આદિશ જૈન, ગૌરાંગ ભાવસાર, ચેતન સોમાણી અને દિલીપ કાતારીયાએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે, પ્રોફેસર અને વી.સી. ડો. પરિમલ વ્યાસ સત્તાના જોરે ડ્યુઅલ પ્રોફેસરશીપ ધરાવે છે. સેનેટ મિટીંગમાં તેમણે કોઈપણ સેનેટને બોલવા નહીં દઈ લોકશાહીનું ખુન કર્યું છે અને પોતે કરેલાં ગોટાળાવાળા કામો બહુમતિના જોરે પાસ કરી પોતે હિટલર છે તેવું સાબિત કરી બતાવ્યું છે.
સેનેટ બેઠકમાં અમારા અનેક પ્રશ્નો હતાં, જે પૈકી કેટલાંક આ પ્રમાણે છે. વર્ષ ૨૦૦૭માં ફાઈન આર્ટ્સ ફેકલ્ટીના ઇન્ચાર્જ ડીન પ્રો. પન્નીકર દ્વારા હિંદુ દેવી – દેવતાઓના બિભત્સ અને નગ્ન ચિત્ર દોરીને પ્રદર્શનમાં મુકવામાં આવ્યા હતાં. જેના કારણે ભારે હોબાળો મચ્યો હતો. ઉગ્ર વિરોધ થતાં પ્રો. પન્નીકરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં. તે સમયે જેએનયુની વિદ્યાર્થિની આભા શેઠ પ્રો. પન્નીકરના સમર્થનમાં આગળ આવી હતી. અને પ્રો. પન્નીકરના સમર્થનમાં રાજીનામું આપી દીધું હતું. પ્રો. પરીમલ વ્યાસ વી.સી. બનતા જ એ બેનને ફરીથી હોમ સાયન્સ ફેકલ્ટીમાં નોકરી આપી પોતે હિટલર છે તેવું સાબિત કર્યું હતું. આભા શેઠને યુનિવર્સિટીએ બ્લેકલિસ્ટ કરી છે તેમને ફરીથી નોકરીમાં લેવાનો નિર્ણય ખોટો છે અને તેમને તાત્કાલિક ધોરણે હટાવી દેવા જોઈએ તેવી અમારી માંગણી છે. હિન્દુઓની લાગણી દુભાવનારા પ્રો.મગન પરમારને તેમ છતાં તેના બીજા જ દિવસે મગન પરમારને વીસી નોમિની સિન્ડિકેટ સભ્ય બનાવી ફરી વી.સી.એ પોતે હિટલર છે તેવું સાબિત કર્યું છે. જેનો અમે વિરોધ કરીએ છીએ. મગન પરમારને તાત્કાલિક ધોરણે વીસી નોમિની સિન્ડિકેટ સભ્ય તરીકે હટાવવામાં આવે તેવી અમારી માંગણી છે.
આ ઉપરાંત તેમના પતિ મન્સુર અહેમદ જે પણ જે.એન.યુ.ના વિદ્યાર્થી છે અને તેમણે પણ પ્રો. પન્નીકરનું સમર્થન કર્યું હતું. છતાં પ્રો. પરીમલ વ્યાસે વીસી બનતા જ તેમને પુનઃ ફાઈન આર્ટ્સ ફેકલ્ટીમાં નોકરી આપી છે. તેમનો અમને વિરોધ છે. તેમને પણ નોકરીમાંથી મુક્ત કરવા જોઈએ તેવી અમારી માંગ છે.