MSUની વીપી પર એસિડ નાખવાની ધમકીનો મામલો, ઝુબેર પઠાણ સહિતના 8 આરોપીઓ ઝડપાયા…જુઓ વિડિયો…

વડોદરા, મી.રિપોર્ટર, ૨૭મી એપ્રિલ

વિશ્વ વિખ્યાત એમ.એસ.યુનિવર્સિટીમાં હોળીના દિવસે હોસ્ટેલમાં થયેલી મારામારી બાદ એક વિદ્યાર્થી પાસે રેગિંગની ખોટી ફરિયાદ કરાવનાર આર્ટસ ફેકલ્ટીના એક વિદ્યાર્થીને રસ્ટિકેટ કરવા તેમજ તેને બચાવવા બે ગ્રુપો દ્વારા શુક્રવારે હેડઓફીસ ખાતે રજૂઆતો કરવામાં આવી હતી. આ બે ગ્રુપો પૈકી રજૂઆત માટે આવેલ વી.પી સલોની મિશ્રા સહિતની વિદ્યાર્થીનીઓ પર પઠાણ ગ્રુપના ઝુબેર પઠાણે અસભ્ય ભાષામાં બૂમો પાડીને વી.પી સલોની મિશ્રા પર એસિડ નાખવાની ધમકી આપી હતી. જેથી ફરિયાદના આધારે સયાજીગંજ પોલીસ દ્વારા ઝુબેર પઠાણ સહિતના આઠ આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

પઠાણ ગેંગ ના ક્યાં આરોપી પકડાયા

ફજલ અકબરખાન પઠાણ
જુબેર સમસુ હસન પઠાણ
આકીબ ભુલુવા પઠાણ
સાજીદ તસબર અલી પઠાણ
મોહસીન શેરમહમંદ પઠાણ
રૂસ્તમ ખાન શકીલ અહેમદ પઠાણ
કલીમ શરીફ ખાન પઠાણ

તમામ આરોપીઓ રહે નવાયાર્ડ છાણી જકાતનાકા પાસે.

આરોપીની ધરપકડ બાદ વડોદરા ઝોન-1ના એસીપી દિપકકુમાર મેઘાણીએ જણાવ્યું હતું કે, આ કેસને અમે ખૂબ ગંભીરતાથી લઈ રહ્યાં છીએ. પોલીસ પાસે પુરતા પુરાવા પણ છે. વિદ્યાર્થીઓ યુનિવર્સિટીના છે કે પછી બહારથી આવતાં તે અંગેની પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. સાથે જ યુનિવર્સિટીની પોતાની સિક્યુરિટી પણ છે તેમ છતાં આ સિક્યુરિટીમાં ક્યાં ખામી છે તે અંગે પણ તપાસ કરીને રિપોર્ટ કરવામાં આવશે. હાલ રાયોટીંગ અને ધમકીનો ગુના સહિતની કલમો હેઠળ તપાસ ચાલુ છે.

અત્રે ઉલ્લેખનીય છેકે, ધમકી મુદ્દે યુનિવર્સીટી સત્તાધીશોને રજૂઆત પણ કરાઇ આ બે ગ્રુપ પૈકી વી.પી સલોની મિશ્રા જ્યારે વિદ્યાર્થીનીઓને લઈને રજૂઆત કરવા હેડ ઓફિસ ખાતે પહોંચી ત્યારે ઝુબેર પઠાણ નામના પૂર્વ વિદ્યાર્થી નેતા સહીત પઠાણ ગ્રુપ સાથે સંકળાયેલ કેટલાક વિદ્યાર્થીઓએ તેમના વિરુદ્ધમાં નારા લગાવ્યા હતા.

વીપી સલોનીનાના જણાવ્યા પ્રમાણે, ઝુબેર સહિતના વિદ્યાર્થીઓએ તેમને ‘દેખલો, ઈન લડકિયોં કો ઇનકી ઔકાત દિખાતે હૈ’ અને ‘ બાદ મેં મિલો, લડકિયાં ક્યાં કરને કે લિયે બની હૈ બતાતે હૈ’ એવી બૂમો પાડીને છેલ્લે ‘ બહાર નિકલકે જબ એસિડ ફેકેંગે તબ દેખના ક્યાં હોતા હૈ ‘ એવી ધમકી આપી હતી….જુઓ.. વિડીયો….