વડોદરા, મિ.રિપોર્ટર, ૨૩મી ડીસેમ્બર.
એમ.એસ.યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ વેસ્ટ ઝોન યૂથ ફેસ્ટિવલની ત્રણ સ્પર્ધામાં દબદબો મેળવવાની સાથે એવોર્ડ જીતીને એમ.એસ.યુનિવર્સિટીને ગૌરવ અપાવ્યું છે.
પૂણે ખાતે યોજાયેલા વેસ્ટ ઝોન યૂથ ફેસ્ટિવલમાં એમ.એસ.યુનિવર્સિટી સહિત ગુજરાત, મહારાષ્ટ્ર, ગોઆ, રાજસ્થાનની ૩૨ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. MSUની વીપી સલોની મિશ્રાએ કરેલી રજૂઆત બાદ યુનિવર્સિટીએ ૧૨ વર્ષ પછી ૩૫ જેટલા વિદ્યાર્થીઓની ટીમને વેસ્ટ ઝોન યૂથ ફેસ્ટિવલમાં મોકલી હતી.
ફેસ્ટિવલમાં ભાગ લઇ રહેલા એમ.એસ. યુનિવર્સિટીના વિદીયાર્થીઓમાં ફાઈન આર્ટસ ફેકલ્ટીનો એપ્લાઈડ આર્ટસનો વિદ્યાર્થી મહેંદી કોમ્પિટિશનમાં વિજેતા બન્યો છે. જ્યારે યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીઓ ભુષણ પટેલ(સોશ્યલ વર્ક), જય રાણા(કોમર્સ ફેકલ્ટી) અને વેદાંગ ક્રિષ્નન(સાયન્સ ફેકલ્ટી)ની ટીમ ક્વિઝ કોમ્પિટિશનમાં રનર્સ અપ બની છે.જ્યારે ક્લાસિકલ વોકલ સોલો કોમ્પિટિશનમાં પરફોર્મિંગ આર્ટસ ફેકલ્ટીનો વિદ્યાર્થી યશ દેવલે ત્રીજા ક્રમે આવ્યો છે.હવે નેશનલ યૂથ ફેસ્ટિવલમાં આ ત્રણે કોમ્પિટિશનમાં આ વિદ્યાર્થીઓ એમ.એસ.યુનિવર્સિટીનુ પ્રતિનિધિત્વ કરશે.