MSU ની ચુંટણી : VVS-AGSG ગ્રુપના રાકેશ પંજાબી UGS પદે અને કક્ષા પટેલ VP પદે ભારે બહુમતી થી જીત્યા..જુઓ..વિડીયો..

NSUI, JAY HO અને ABVP નો સફાયો : NSUI-JAY HO ની VP પદ ની ઉમેદવાર હિના પાટીદાર ૧૨૯ મત થી હારી : ABVP ના એક સમયના અગ્રણી નેતા વિકાસ દુબે જ ABVP ની હાર નું કારણ બન્યો : VVS-AGSG ગ્રુપ ને ડભોઇના ધારાસભ્ય શૈલેષ સોટ્ટા (મહેતા)ના આશિર્વાદ

એજ્યુકેશન,વડોદરા-મી.રીપોર્ટર,૧૪મી ઓગસ્ટ.

એમ.એસ.યુનિવર્સીટીની આજે યોજાયેલી ચુંટણીમાં VP – UGS પદે VVS-AGSG ગ્રુપના રાકેશ પંજાબી  અને કક્ષા પટેલ  ભારે બહુમતી થી ચુંટાઈ આવ્યા છે. જયારે તેમના હરીફ NSUI, JAY HO અને ABVP ના ઉમેદવારો નો સફાયો છે. VVS-AGSG ગ્રુપના UGS ના ઉમેદવાર રાકેશ પંજાબી ૨૨૭૦ મતો થી વિજયી થયો હતો. જયારે  VP પદ ની ઉમેદવાર કક્ષા પટેલનો ૧૨૯ મત થી જ વિજયી બની હતી. 

એમ.એસ.યુનિવર્સીટીમાં VP, UGS સહીત સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીના GS પદ તેમજ FR, CR સહીતની ચુંટણી યોજાઈ હતી. વરસાદી વાતાવરણ અને તહેવારોની સળંગ રજાના પગલે ખુબ ઓછુ મતદાન થયું હતું. બપોર બાદ હાથ ધરાયેલી મત ગણતરીમાં કોમર્સ ફેકલ્ટીના GS પદે NSUI- JAY HO ના ઉમેદવાર કૃપલ પટેલ ૩૧૯ મત થી વિજય થયો હતો. કોમર્સ ફેકલ્ટીમાં પોતાનો GS વિજયી બનતા NSUI- JAY HOના નેતાઓ અને સમર્થકોએ ફટાકડા ફોડીને વિજયોત્સવ મનાવ્યો હતો. જોકે NSUI- JAY HO ના VP અને UGS પદ માટે ચુંટણી લડતી બંને વિદ્યાર્થીની ની કારમી હાર થઇ હતી. યુનિવર્સીટી ની વર્તમાન VP સલોની મિશ્રાની ૨૨૭૦ માટે હાર થઇ હતી. જયારે આ વખતની ચુંટણીમાં VP પદ માટે ઉભેલી હિના પાટીદારનો ૧૨૯ મત એટલેકે નજીવા મતો થી હાર થઇ હતી.

તો બીજીબાજુ VVS-AGSG ગ્રુપના રાકેશ પંજાબી UGS પદે અને કક્ષા પટેલ VP પદે ભારે બહુમતી થી જીતતા જ ચુંટણીનું મેનેજમેન્ટ કરતા સીનીયર નેતા – પૂર્વ VP અને UGS સહિતના સમર્થકોએ ઢોલ નગારા સાથે વિજય ઉત્સવ મનાવ્યો હતો. VVS-AGSG ગ્રુપ ઉમેદવારોને આશિર્વાદ આપવા માટે ડભોઇના ધારાસભ્ય શૈલેષ સોટ્ટા (મહેતા) પણ કોમર્સ ફેકલ્ટી અને યુનિયન પેવેલિયન દોડી ગયા હતા. 

અત્રે ઉલ્લેનીય છે કે, ABVP ના એક સમયના અગ્રણી નેતા વિકાસ દુબે જ ABVP ની હાર નું કારણ બન્યો છે.