MSU ઉત્તરવહી કૌભાંડ : રૂપિયા લઈને ઉત્તરવહીઓ બહાર લઇ જવાના પ્રકરણમાં યુનિ.એ ત્રણ સભ્યોની કમિટી તપાસ કરશે

વડોદરા- એજ્યુકેશન, મી.રિપોર્ટર, ૧૦મી મે.

એમ.એસ. યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીના સ્ટુડન્ટોની ઉત્તરવહીઓ રૂપિયા લઈને એસેસમેન્ટ સેલમાંથી બહાર લઇ જઇને જવાબો લખાવી પરત મૂકી દેવાનો કૌભાંડ ઝડપાતા યુનિ.માં ખળભળાટ મચી ગયો છે.  ચકચાર મચાવનાર આ કૌભાંડની નિષ્પક્ષ તપાસ માટે તેમજ અન્ય કોઈ પટાવાળા, શિક્ષક કે વિદ્યાર્થીની સંડોવણી નથી ને ?  તેની તપાસ કરવા માટે એમ.એસ.યુનિવર્સીટીના સત્તાધીશોએ ત્રણ સભ્યોની કમિટી બનાવીને તેમને તપાસ સોપી છે. 

એમ.એસ.યુનિવર્સીટીના સત્તાધીશોએ યુનિવર્સીટીની પરીક્ષા સિસ્ટમને કલંકિત કરનારી ઘટનાની તપાસ માટે ડો. આર.સી.પટેલના કન્વીર પદે આર્ટ્સ ફેકલ્ટીના ડીન પ્રો. ક્રિષ્નન તેમજ સિન્ડીકેટ સભ્ય મયંક પટેલ એમ ત્રણ સભ્યોની કમિટી બનાવી છે. ત્રણ સભ્યોની કમિટી વહેલામાં વહેલી તકે પોતાનો રીપોર્ટ આપશે. કમિટી એસેસમેન્ટ સેલમાં કર્મચારીઓની નિમણૂંક અંગે સુજાવ આવશે એમ  યુનિ.ના રજીસ્ટાર એન.કે.ઓઝાએ મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલને જણાવ્યું હતું. 

 

 

 

pinit_fg_en_rect_red_28 MSU ઉત્તરવહી કૌભાંડ : રૂપિયા લઈને ઉત્તરવહીઓ બહાર લઇ જવાના પ્રકરણમાં યુનિ.એ ત્રણ સભ્યોની કમિટી તપાસ કરશે